તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખડોલ રોડ પરથી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, ખડોલ(હ) ગામે દારૂ આપવા જતો હતો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદના સુંદણ-ખડોલ રોડ પરથી અમદાવાદ આર.આર.સેલની ટીમે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપ્યો હતો. અમદાવાદ આર.આર.સેલની ટીમે સુંદણ ખડોલ રોડ ઉપર વોચ ગોઠવી બાતમી મુજબની બેક્સી લોડિંગ ટેમ્પીને ઝડપી પાડી હતી. પોલીસે ચાલકની પૂછપરછ કરતાં તેણે તેનું નામ ગુમનારામ કેવલાજી મહાદેવાજી માળી (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસની તપાસમાં ગુપ્ત ખાનામાંથી પોલીસને વિદેશી દારૂના પાઉચ અને બિયરના ટીન મળી કુલ રૂપિયા 31 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પૂછપરછ કરતાં વિદેશી દારૂ તે આણંદ તાલુકાના સુંદણ પાસેના ખડોલ(હ) ગામે રહેતા રામાભાઇ સોલંકીને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...