• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Cattle Rearing Women In Anand Municipality Demanded Reduction Of Penalty And Allotment Of Cattle If Stray Cattle Are Caught.

હોબાળો:આણંદ પાલિકામાં પશુપાલક મહિલાઓએ રખડતા પશુ ઝડપાય તો તેનો દંડ ઓછો કરવા અને ગૌચર ફાળવવાની માગ કરી

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ નગરપાલિકા દ્વારા રખડતાં પશુને પકડવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. પરંતુ આ ઝુંબેશ સામે શુક્રવારના રોજ પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મહિલાઓએ પાલિકામાં હોબાળો મચાવી દંડની રકમ ઘટાડવા તથા ગૌચર ફાળવવા માગણી કરી હતી.

આણંદ શહેરમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓને પડતી હાલાકી અંગે પાલિકાએ પશુઓ પકડવાની ઝુંબેશ સઘન બનાવી છે. જેમાં 40 જેટલા પશુ પકડી ડબે પૂર્યાં હતાં. તેમાંય શુક્રવારના રોજ 12 જેટલા પશુ પકડી પાડતા પશુપાલકોમાં રોષ ભડક્યો હતો.

આ દરમ્યાન શુક્રવારે પશુપાલકોએ મહિલાઓને આગળ કરી પાલિકામાં હલ્લાબોલ કર્યો અને પાલિકા તંત્ર વિરૂધ્ધ દેકારો બોલાવ્યો હતો. જેમાં મહિલાઓએ પકડાયેલા પશુના દંડની રકમ રૂ.અઢી હજારથી ઘટાડી ઓછી કરવા, પકડાયેલા માલ ઢોરને ઘાસચારો આપવા અને પશુપાલકોને ગૌચર ફાળવવા પણ માગણી કરી હતી.આ અંગે પ્રમુખ રૂપલબેન પટેલ અને કારોબારી કમીટીના ચેરમેન સચિન પટેલે રજુઆત સાંભળી હતી અને આગામી સામાન્ય સભામાં દંડની રકમ ઘટાડવા સંદર્ભે બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...