તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુપાલકોમાં ફફડાટ:આણંદમાંથી ત્રણ ગાયો પકડી, રખડતી ગાયો પકડવાનું શરૂ કરાતા પશુપાલકોમાં ફફડાટ

આણંદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આણંદમાં રખડતી ગાયોનો આતંક વધી જતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હતા. ત્યારે પાલિકાના વહીવટદારે ગાયો પકડવાની ઝુંબેશ હાથ ધરી ટીમોને આજે આદેશ કરતા શહેરમાં વહેલી સવારથી ગાયો પકડવાનું શરૂ કરી દેવાયુ હતું.

આણંદમાં બે હજાર ઉપરાંત રખડતી ગાયોના પશુપાલકો દ્વારા છોડી દેવામાં આવતી હોય છે. જેના પગલે વાહનચાલકો રખડતી ગાયોના પગલે તોબા પોકારી ગયા છે. જો કે, આ બાબતે હાઇકોર્ટમાં પણ રીટ દાખલ કરવામાં આવી હતી. જેના પગલે શનિવારે પાલિકાની ઢોર પકડતી ટીમોએ જુના બસ સ્ટેન્ડ રોડ શાકમાર્કેટ પાસે સહીત અન્ય વિસ્તારમાંથી 3 જેટલી ગાયો પકડી હતી. આ બાબતે પશુપાલકોને જાણ થતાં રૂા. 1500 દંડ ભરીને છોડાવી ગયા હતા. જો કે, અત્યાર સુધી પાલીકા તંત્ર દ્વારા દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ નગરજનો દ્વારા કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો