બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:આમોદમાં એનઆરઆઇના મકાનમાંથી રોકડ તેમજ દાગીના મળી પોણા લાખની મત્તાની ચોરી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

પેટલાદ તાલુકાના આમોદ ગામે તસ્કરોએ રોકડ તેમજ દાગીના સહિત કુલ પોણા લાખની મત્તાની ચોરી કરી હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તિજોરીનો લોક તોડી રૂ.69 હજારની મત્તાની ચોરી કરી

પેટલાદના આમોદ ગામમાં દૂધની ડેરી પાસે રહેતા જશભાઈ છોટાભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી તેમના દિકરા પાસે આફ્રિકા રહેવા ગયાં હતાં. આ દરમિયાન તેમના બંધ પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ 8મી જૂનના રોજ રાત્રિના સમયે તેમના મકાનના પાછળના ભાગે બાથરૂમની વેન્ટિલેટરની બારીના સળિયા કાપી નાંખી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં તિજોરીનો લોક તોડી તેમાંથી સોનાની ચેઇન, સિક્કા, રોકડ મળી કુલ રૂ.69 હજારની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે નજીકમાં રહેતા ચેતનભાઈને જાણ થતાં તેઓએ જશભાઈને જાણ કરી હતી. બાદમાં પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...