સ્વાસ્થય:આણંદમાં કોરોનાના કેસનું પ્રમાણ ઘટ્યું, વાઈરલ ફિવરના કેસ વધ્યાં

આણંદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 270થી વધુ દર્દીઓ મીની સિવિલમાં સારવાર માટે આવ્યાં

આણંદમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના કેસોમાં ઘટાડો થયો છે. ત્યારે બે દિવસથી એકાએક બદલાતા જતાં વાતાવરણના પગલે શરદી, વાયરલ ફિવર ના કેસનું પ્રમાણ વધ્યું છે. આણંદ મીની સિવિલ હોસ્પિટલમાં આજે 270થી વધુ ઓપી઼ડી વાયરલ ફિવર, ખાંસી જેવી બિમારીના કેસો નોંધાયા હોવાથી સારવાર આપવામા આવી હતી. આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે માનવ સ્વાસ્થય પર તેની અસર જોવા મળી રહી છે. બીજી તરફ કોરોના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ વાઈરલ બિમારીના કેસોમાં વધારો થયો છે.

જેના કારણે આણંદની મીની સિવિલમાં વહેલી સવારથી સારવાર માટે લોકોની લાંબી લાઈનોની કતાર થઈ જાય છે. એ જ રીતે ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની લાંબી લાઈનો વધુ જોવા મળી રહી છે. આ અંગે આણંદ મીની સિવિલ હોસ્પિટલ સી.ડી.એમ.ઓ જે. વી. પરમારે જણાવ્યું હતું કે કોરોના કેસોમાં હાલ ઘટાડો છે પણ શુક્રવારે 270થી વધુ દર્દીઓને શહેરની મીની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામા આવી છે. શહેરીજનોએ શરદી, ઉધરસ, તાવ જેવી બિમારીથી સાવચેતી રાખવા અપીલ પણ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...