RTOનું ચેકિંગ:આણંદ જિલ્લામાં લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરતા 64 લોકો સામે કેસ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનમાં નિયમભંગ બદલ 299 ચાલકો દંડાયા

આણંદ આરટીઓએ માર્ગો પર ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતાં જુન મહિનામાં જુદા જુદા વાહનોના ગુનાઓ બદલ 299 વાહનચાલકો સામે કેસ કરીને 4 4.74 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.જેમાં સૌથી વધુ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતા 64 ચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતાં.તેમજ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વાહન પર ઝંડો લગાવવાની પ્રતિકા વહેંચીને સમજ આપવામાં આવી હતી.

આણંદ એઆરટીઓ આર.પી.દાણીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ થતો અટકાવવા અને વાહનચાલકો જાગૃતિ આવે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તેવા હેતુથી ટીમો બનાવીને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં સતત 24 કલાક સુધી ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર 5 જેટલી ટીમો બનાવીને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતા 64 લોકો સામે કેસ કરવામાં આવ્યા હતાં.સીટ બેલ્ટ વગરના 35 કેસ, હેલ્મેટ વગરના 17 કેસ , રેડિયમ પટ્ટીના 7 કેસ, વધુ ગતિના 15 કેસ સહિત 293 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યાં હતા. આરટીઓના નિયમ એમવીએકટ મુજબ 4,74,000 હજાર ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી દિવસમાં ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...