કાર ફસાઇ:ધુવારણ મહીસાગરમાં ભરતી આવતાં કાર ડૂબી : બેનો બચાવ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદથી ધુવારણ ગયેલા જાનૈયા કાર લઈ ફરવા ગયા હતા

ખંભાત તાલુકાના ધુવારણ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા જાનૈયા પૈકી બે જાનૈયા અલ્ટો કાર લઈ બપોરના સુમારે ધુવારણના મહિસાગર બેટમાં ફરવા ગયા હતા.બેટમાં કાર ફસાઇ જતા અચાનક ભરતી આવતા તેઓ કારને છોડી બહાર દોડી આવ્યા હતા.અને કાર મહિસાગરમાં આવેલી ભરતીના પાણીમાં ડૂબી ગઈ હતી.

પ્રાપ્ત માહિતીનુસાર, પેટલાદના શાહપુરથી ખંભાતના ધુવારણ ખાતે લગ્ન પસંગમાં જાન આવી હતી.બપોરના સુમારે આવેલી જાન પૈકી બે જાનૈયા અલ્ટો કાર લઈ મહિસાગરના બેટમાં ફેરવા ગયા હતા.ત્યારે અલ્ટો કાર બેટમાં ફસાઈ ગઈ હતી.

ચારેક વાગ્યાના સુમારે અચાનક મહીસાગરમાં ભરતી આવતા અલ્ટો કારમાં સવાર બે વ્યક્તિઓ કારને છોડીને બહાર દોડી આવ્યા હતા.પરંતુ મહીસાગરમાં આવેલ ભરતીના પાણી કાર ડૂબી ગઈ હતી.જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દોડી ગયા હતા. ગામના તલાટીના જણાવ્યા પ્રમાણે કોઇ જાનહાનિ થઇ ન હતી. કાર મુકીને યુવકો ફરવા નીકળ્યા હતા જેથી કાર ઓટ આવતાં ફસાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...