અકસ્માત:ઈન્દ્રણજ નજીક કાર પલટી, મહિલાનું મોત, ચાલક ગંભીર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો
  • સુરતનું​​​​​​​ પરિવાર સગપણ નક્કી કરવા માટે ઉપલેટા ગયું હતું

મૂળ અમરેલી જિલ્લાના રાજુલાના વિનુભાઈ પોપટભાઈ સાવલીયા સુરતના વરાછા વિસ્તારમાં રહે છે. તેઓ સાડીઓ લાવીને છૂટક લેસ કટીંગ માટે રીટાબેન ચૌહાણને આપતા હતા. રીટાબેનના પતિનું બે વર્ષ પહેલા અવસાન થયું હતુ. જેથી તેમના સગપણની વાત વિનુભાઈના ભાઈ ગોરધનભાઈ સાથે થઈ હતી. દરમ્યાન વિનુભાઈ, રીટાબેન અને રીટાબેનની પુત્રી તેમજ જમાઈ વિનુભાઈની કારમાં બેસી ઉપલેટા ગયા હતા. દરમિયાન, પરત આવતી વખતે રીટાબેનના દિકરી તેમજ જમાઈ સાસરી ખાભા ખાતે રોકાઈ ગયા હતા.

જ્યારે વિનુભાઈ અને રીટાબેન કારમાં સુરત આવવા નીકળ્યા હતા. બપોરના ઈન્દ્રણજ ગામની સીમમાંથી પસાર થતા હતા. દરમિયાન, પુરપાટ ઝડપે જતી કારના સ્ટેયરીંગ પરથી વિનુભાઈએ અચાનક કાબુ ગુમાવતા જ કાર પલટી ખાઈ ગઈ હતી અને રોડ સાઈડમાં આવેલા ખાડામાં પડી હતી. જેમાં રીટાબેનનું ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક વિનુભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...