તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંધારીયા નજીક કારે બાઈકને અડફેટે લેતા મારતા પિતાનું મોત

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાસરીમાંથી પુત્રી સાથે ઘરે આવતા હતા ઃ પુત્રીને ઇજા

આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામે પાણીની ટાંકી પાસે રહેતા 55 વર્ષીય રમેશભાઈ સોલંકી સેન્ટીંગનો ધંધો કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓની પડોશમાં જ તેમનો ભત્રીજો શાંતિલાલ રાવજીભાઈ સોલંકી રહે છે. રવિવારે સવારે નવ વાગ્યે શાંતિલાલ તેમની બે વર્ષીય દીકરી અર્પિતાને બાઈક લઈને વાંસખીલીયા ગામે પોતાની સાસરીમાં ગયા હતા. દરમિયાન, સાસરીમાં કામ પતાવી સવા અગિયાર વાગ્યાના અરસામાં પરત પોતાના ગામ ખડોલ(હ) જવા નીકળ્યા હતા. અને આણંદ બોરસદ રોડ જૂની અંધારિયા ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે સાડા અગિયાર વાગ્યે કારના ચાલક કિશનભાઇ જીતેન્દ્રભાઈ રાવળ (રહે. રાવળ ફળીયું, આણંદ કપાસિયા બજાર સ્વામિનારાયણ મંદિર સામે) એ પોતાની કાર પૂરઝડપે હકારી બાઈક સવાર શાંતિલાલ સોલંકીને ટક્કર મારી હતી.

જેને કારણે પિતા-પુત્રી રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા થવાના કારણે પિતાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે દીકરીને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેની હાલત સ્થિર છે. આ બનાવ સંદર્ભે આણંદ ગ્રામ્ય પોલીસે મૃતકના કાકા રમેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો