કાર્યયવાહી:આણંદમાં ત્રણ સ્થળેથી 117 ચાઈનીઝ ફિરકા કબજે કર્યા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ત્રણ વેપારીઓની ધરપકડ કરી

આણંદ જિલ્લામાં ત્રણ સ્થળેથી પોલીસે દરોડો પાડીને ત્રણ વેપારીઓ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી 117 ફિરકા કબજે લીધા હતા.

ચિખોદરા ગામે આવેલા આર.ડી. પતંગ નામની દુકાનમાં દરોડો પાડીને પોલીસે 108 નંગ ચાઈનીઝ ફિરકા સાથે દુકાનના માલિક રાજેન્દ્ર ઉર્ફે રાજુ છગન પરમારને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો. એ જ રીતે પણસોરા-નડિયાદ રોડ પર આવેલા ઝાલાબોરડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી સુનિલ ઉર્ફે ભૂરીયો કનુ ચુનારાને પોલીસે ચાર નંગ ફિરકા સાથ જ્યારે અગાસ રેલવે સ્ટેશન પાસેથી સુમન રમણ પરમારને પાંચ નંગ ફિરકા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

દરમિયાન ખેડા પોલીસે નેશનલ હાઈવે નં. 8 પર ભગુપુરા પામગ્રીન નજીક રીક્ષામાં પેસેન્જર સીટ પરથી મળેલા 5 બોક્ષમાંથી ચાઈનીઝ દોરીની 300 રીલ કુલ 90,000 રૂપિયાનો મુદ્દામાલ હતો. આ ઉપરાંત રીક્ષા અને મોબાઈલ મળી પોલીસે કુલ 1.75 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...