તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટૂંક સમયમાં પરિણામ જાહેર:આણંદ જિલ્લામાં ધોરણ 10ની માર્ક્સની ગણતરી પૂર્ણ કરાઈ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં પરિણામ જાહેર કરાશે

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ને માસ પ્રમોશન આપી દીધા બાદ માર્ક્સની ગણતરી જાહેર કરવામાં આવી હતી. દરમિયાન, છેલ્લાં એક અઠવાડિયાથી શરૂ થયેલી આ પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટૂંક સમયમાં આ અંગેના પરિણામ જાહેર કરાશે.

આ અંગેની શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 10ને અને ધોરણ 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું એ પછી એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જેમાં ધોરણ 10ની આંતિરક અને ધોરણ 9 ની પરીક્ષાઓમાં મેળવેલા ગુણને આધારે તેની ગણતરી કરીને માર્કશીટ તૈયાર કરવી. જેના આધારે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં અભ્યાસ કરતાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓની માર્કશીટ ગણતરીના આધારે તૈયાર કરવાની કામગીરી કરાઈ હતી.

હાલમાં આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને આગામી ટૂંક સમયમાં માર્કશીટ પણ તૈયાર કરી દેવામાં આવશે. માર્કશીટને એ પછી ઓનલાઈન મૂકવામાં આવશે અને ત્યાર બાદ તેનું ફીજીકલ વિતરણ કરવામાં આવશે, એમ શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...