પર્યાવરણ પ્રેમ:121 વૈદિક હોળી પ્રગટાવી 50 વૃક્ષોનું નિકંદન અટકાવાશે

આણંદ23 દિવસ પહેલાલેખક: કલ્પેશ પટેલ
  • કૉપી લિંક
  • 3600 મણ લાકડાની બચત કરાશે, આણંદમાં સૌથી વધુ 25 વૈદિક હોળી તૈયાર કરાશે

હિન્દુ સંસ્કૃતિ હોળી પર્વનો અનોખુ મહત્વ રહેલું છે આણંદ જિલ્લામાં 351 ગામોમાં 720 વધુથી વધુ જગ્યાએ હોળીદહન કાર્યક્રમ યોજાય છે. જેમાં આણંદ શહેરમાં 120 વધુ જગ્યાએ હોલીકા દહનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પર્યાવરણ બચાવવા ઝુંબેશ હેઠળ શરૂ કરાયેલી વૈદિક હોળીની પરંપરા 10 વર્ષ અગાઉ શરૂ થઇ હતી.

પરંતુ એકલદોકલ વૈદિક હોળી જોવા મળતી હતી. પરંતુ આજની યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે વધુ સંભાવના છે. જેના પગલે જિલ્લામાં પ્રથમ વખત 120 સ્થળો નાનીમોટી વૈદિક હોળી તૈયાર કરવામાં આવનાર છે. વૈદિક હોળી 15 દિવસ અગાઉ બુકિંગ કરનાર અનિલ ભારતીયને પ્રથમ વખત 50 જેટલી વૈદિક હોળીનું બુકીંગ થયું છે. જેમાં સૌથી વધુ આણંદ શહેરમાં 25 જેટલી વેૈદિક હોળીનું નિર્માણ થનાર છે.

આણંદ શહેરમાં 40 વધુ વૃક્ષો લાકડું વપરાતુ
આણંદ જિલ્લામાં 120 વધુ વેૈદિક હોળી વિવિધ મંડળો દ્વારા તૈયાર કરવામાં આવનાર છે.જેના કારણે 3600 મણ લાકડાની બચત થશે જેથી 50 વધુ વૃક્ષોનું નિકંદન અટકશે. એકલા આણંદ શહેરમાં 40 વધુ વૃક્ષો લાકડું વપરાતુ હતું. જે ચાલુ વર્ષે માત્ર 20 વૃક્ષોનું લાકડુ વપરાશે જયારે 2000 0 કિલો છાણામાંથી વૈદિક હોળી તૈયાર થશે. મોટી વૈદિક હોળી તૈયાર કરવા માટે800 કિલો છાણૈયાની જરૂર પડે છે.જયારે નાની હોળી બનાવવા માટે 200 કિલો છાણાની જરૂર પડે છે. જે અંદાજે 4 હજારમાં તૈયાર થઇ જાય છે.ત્યારે હિન્દુ શાસ્ત્રો પણ વૈદિક હોળી ગાયોના છાણમાંથી તૈયાર કરેલ છાણા બનાવીને હોળીપૂજન કરવામાં આવે તો પર્યાવરણ શુધ્ધ થાય છે.

વૈદિક હોળીના અનેક ફાયદા

  • વૈદિક હોળી પ્રગટાવવાથી હાનિકારક કીટાણું - બેકટેરિયાનો નાશ થાય છે.
  • વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે.
  • ગૌમાતાના છાણા સાથે હવનની સામગ્રી, ગાયનું ઘી, કપુર જેવી ઔષધિ પ્રગટાવવાથી બીટા પ્રાપિયો લેકેટોન એથિલિન ઔકસાઇડ પ્રોપિલિન ઓકસાઇડ, ફાર્મલ ડીહાઇડ, ઓક્સિજન જેવા ઉપયોગી વાયુ વાતાવરણ શુધ્ધ કરવામાં મદદ કરે છે.
  • છાણૈયાની હોળીની રાખ શરીરે લગાવવાથી ચામડીના રોગમાં અકસીર સાબિત થાય છે. (જાખલાના પર્યાવરણ પ્રેમી અનિલ પટેલના જણાવ્યાનુસાર)

નાની હોળીમાં સરેરાશ 30 મણ અને મોટીમાં 100 મણ લાકડાનો વપરાશ
આણંદ -ખેડા જિલ્લામાં હોળી પર્વ પર1 40રૂપિયાનું લાકડાનું ઉપયોગ થાય છે. એક નાની 30 મણ લાકડાની નાની હોળી તૈયાર કરવી હોય તો પણ 5000 રૂપિાયના ખર્ચ થાય છે. હોળી સરેરાસ 30 મણ લાકડાનો ઉપયોગ થાય છે.જયારે મોટી હોળીમાં 60 થી 100 મણ લાકડાનો ઉપયોગ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટીહોળી બનાવવાની હરિફાઇ જામતી હોય છે.તેના કારણે ગામની પડતર જમીનમાં તૈયાર થઇ રહેલા નાનામોટા વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે. જેના કારણે પર્યાવરણને નુકશાન થાય છે. લાકડુ સળગાવવાથી વાયુપ્રદુષણ ફેલાાય છે.તેના કારણે માનવ શરીર સહિત જીવ માટે જોખમી છે.

વૈદિક હોળીમાં ખર્ચ પણ ઓછો, મોટી હોળી 3 થી 5 હજારમાં તૈયાર થાય છે
વેૈદિક હોળીમાં ગાયોના ગોબરથી તૈયાર થયેલા છાણનો ઉપયોગ થાય છે. 500થી 10000 છાણાંથી હોળી તૈયાર કરાય છે. જેના કારણે ગાયોના ગોબરનો સદ ઉપયોગ થાય છે. તેમાં શુદ્ધ ઘી, જવ, તલ વગેરેનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે. સૌથી મોટી હોળી 3 થી 5 હજાર રૂપિયામાં તૈયાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...