તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોમાં આનંદ:આણંદ ST ડેપોથી રાજસ્થાન, મહારાષ્ટ્રની બસો શરૂ કરાઇ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મુસાફર આલમમાં આનંદની લાગણી

કોરોનાના કેસોમાં ધટાડો થતાં હવે રાજ્ય સરકારે રાજસ્થાન સહિત મહારાષ્ટ્ર તરફ એસ.ટી બસ સેવા દોડાવવાનો આદેશ કર્યો છે. આણંદ એસ.ટી ડેપોના સુત્રોએ જણાવ્યુ હતું કે કોરોનાના કેસોનું પ઼માણ વધી રહ્યુ હોવાથી આદેશના પગલે આણંદ એસ.ટી ડેપોએ લાંબા અંતરના રૂટો દોડાવવાનું બંધ કરી દેવાયું હતુ.પરંતુ હાલમાં કોરોનાના કેસોમાં ધટાડો થઈ રહ્યા હોવાથી રાજ્ય સરકારે છુટછાટની સાથે આંતર રાજય સર્વિસ શરૂ કરી દેવાના આદેશોના પગલે આણંદ એસ.ટી.ડેપોએ બુધવારથી બંધ કરી દેવાયેલ બસો દોડાવવાનું શરૂ કરી દેવાયું છે.

જે મુજબ રાજસ્થાન માટે આણંદથી શિરોહી સવારે 8.40 કલાકે, કરમસદથી ઝાલોર અને આણંદથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ધુલિયા સહિતના રૂટો પર બસો દોડાવવાનું શરૂ કર્યુ છે. બે મહીનાના સમય બાદ આણંદ એસ ટી ડેપોએ લાંબા અંતરના રૂટો પર બસો દોડાવવામાં આવતાં મુસાફરોમાં આનંદ છવાયો .

અન્ય સમાચારો પણ છે...