મુસાફરોના જીવ તાળવે ચોટ્યા:આણંદના ધર્મજ-તારાપુર હાઇવે પર 30 મુસાફરો ભરેલી બસ પલટી, ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી બસ સુરતથી પાલીતાણા જતી હતી

આણંદ જિલ્લાના ધર્મજ-તારાપુર હાઇવે પર પુરપાટ ઝડપે જતી લક્ઝરી બસ એકાએક પલટી જતાં તેમાં સવાર 30 પૈકી 3 મુસાફરને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે તેમાં સવાર અન્ય 30 મુસાફરના જીવ તાળવે ચોટ્યા હતા.

ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી
સુરતના કતાર ગામથી પાલીતાણાના જેસર ગામ તરફ જતી ખાનગી બસ મંગળવાર સવારે ધર્મજ-તારાપુર રોડ પર પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા રોડ ઉપર લગાવેલા સાઈન બોર્ડ સાથે બસ અથડાઈ હતી. અચાનક સર્જાયેલા આ અકસ્માતમાં તેમાં સવાર મુસાફરો જાગી ગયા હતા. હજુ કોઈ કઈ સમજે તે પહેલાં બસ પલટી ગઈ હતી. જેના કારણે મુસાફરોએ બુમાબુમ કરી મૂકી હતી. બસમાં 30 મુસાફરો સવાર હતા. જેમાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
તમામ ઇજાગ્રસ્ત મુસાફરીનો 108 મારફત તારાપુર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહો હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...