ઘરફોડ ચોરી:પેટલાદમાં ઘરફોડીયા પોણા લાખની મત્તા ચોરી ગયાં, દિવાળી નિમિત્તે નાર ગયા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદના ભવાનીપુરામાં રહેતા શ્રમિક પરિવારમાં ત્રાટકેલા તસ્કરો પોણા લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પેટલાદ શહેરના ભવાનીપુરામાં રહેતા રાકેશકુમાર રામજીભાઈ ચૌહાણ મજુરી કરી જીવન ગુજારે છે. તેઓ 24મીના રોજ દિવાળીના દિવસે તેમના સાસરી નાર મુકામે ગયાં હતાં. પરંતુ બીજા દિવસે જાણવા મળ્યું હતું કે તેમના ઘરે ચોરી થઈ છે. આથી, તેઓ તુરંત પેટલાદ આવ્યાં હતાં. તપાસ કરતાં જોયું તો ઘરના આગળના દરવાજે લગાવેલું તાળું તુટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો. અંદરના ભાગે આવેલા દરવાજે પણ તાળું માર્યું હતું. તે પણ તુટેલું હતું. ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ ઉપરાંત રોકડા રૂ.20 હજાર તથા ઘરેણાં મળી કુલ રૂ.61 હજારની મત્તા ચોરી થઇ હતી. આ અંગે પેટલાદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ ચોરીમાં છાજલીના ભાગે મુકેલી સુટકેસમાંથી રોકડા રૂ.20 હજાર, સોનાની વીટીં-3, સોનાની બુટ્ટી જોડ-2, સોનાની કડી જોડ-2, સોનાના મોગરા 1, ચાંદીના છડા જોડ -3, ચાંદીનો જુડો -1, ચાંદીની લક્કી-2, ચાંદીની બંગડી, ચાંદીનું બ્રેસલેસની ચોરી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...