વિવાદ:આણંદ-વિદ્યાનગર રોડ પર ગાયો છોડાવવા પશુપાલકોની દાદાગીરી, પોલીસ બોલાવાઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ ચાર ગાયો પકડીને પાંજરે પુરી દીધી : મામલો બિચકતો અટક્યો

દૂધ નગરી આણંદમાં રખડતાં ઢોરની સમસ્યા નિવારવા માટે આણંદ પાલિકા તંત્ર એકશન મોડ આવી ગઇ છે. ત્યારે વિદ્યાનગર રોડ પર રખડતી ગાયો પકડવા ગયેલી ટીમોને પશુપાલકોએ પકડેલી ગાયોને છોડી દેવા રકઝક કરી દાદાગીરી પર આવી ગયા હતા. જો કે આ સમયે પાલિકા ઢોર સમિતિના ચેરમેન મહેન્દ્રભાઇએ તાત્કાલિક પોલીસ બોલાવી દેતાં મામલો વધુ બિચકતો અટકી ગયો હતો.પોલીસ આવતાં પશુપાલક ભાગી જતાં ચાર જેટલી ગાયો પકડીને પાંજરે પુરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસે દિવસે વક્રી રહી છે. પાલિકાની ટીમોએ આજદિન સુધીમાં 35 વધુ ઢોર પકડીને ડબ્બે પુર્યા બાદ હજુ પણ જાહેરમાર્ગો પર અને સોસાયટી વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે રખડતાં ઢોરને કારણે વાહનચાલકોને અકસ્માતોના બનાવો વધી ગયા છે.

આ અંગે આણંદ નગરપાલિકાના ઢોર સમિતિના ચેરમેન મહેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાર ગાયો પકડીને પાંજરે પુરી દેવામાં આવી છે. પોલીસતંત્ર દ્વારા બંદોબસ્ત આપવામાં આવે છે. પરંતુ પશુપાલકો ગાયો છોડાવવા માટે ધમપછાડા કરતાં હોય આવા સમયે પોલીસ કર્મીઓ મુકપ્રેક્ષકની જેમ ઉભા રહેતા હોય છે. આથી પાલિકાની ટીમોને જીવના જોખમે ગાયો પકડવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...