તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વઘાસી ગ્રામ પંચાયતમાં જ બિલ્ડરે કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો ,જમીનમાં નામ દાખલ કરવા આવેલ સાક્ષીઓને ચાર શખસે મારમાર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના વઘાસી ગામે જમીનમાં નામ દાખલ કરાવવા ગયેલા લેબર કોન્ટ્રાક્ટર પર બિલ્ડરે હુમલો કરી માર માર્યો હતો. આ અંગે લેબર કોન્ટ્રાક્ટરે બિલ્ડર સહિત ચાર શખસ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના ચાવડાપુરા ખાતે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં રાકેશ પરસોત્તમભાઈ પરમારના મોસાળ વઘાસી ગામમાં સંયુક્ત માલીકીની જમીન આવેલી છે. તેના મામા કિરીટભાઈ ગોહેલ બે વર્ષ પહેલા મરણ પામ્યાં હતાં. જ્યારે દાદાનું પણ બે મહિના પહેલા અવસાન થયું હતું.જેથી શુક્રવારના રોજ રાકેશભાઈ બપોરના સમયે વઘાસી ગ્રામ પંચાયતમાં તલાટીને પેઢીનામું બતાવવા માટે ગયા હતા અને તલાટીએ બે સાક્ષીને લઇ આવવાનું કહ્યું હતું.

જે બાબતે રાકેશભાઈએ બે સાક્ષીઓને લાવી પંચાયતમાં તલાટીને મળી બહાર ઉભા હતાં. તે દરમિયાન નિમેશ રજવાડી (બિલ્ડર) (રહે. રાજોડપુરા, આણંદ) નંબર વગરની કારમાં ત્રણેક શખસ સાથે ધસી આવ્યો હતો અને સીધો સાક્ષી જગદીશ પરમાર, ગોવિંદભાઈ પરમારને અપશબ્દો બોલી ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં. આ હુમલાથી ગભરાયેલા રાકેશભાઈ પંચાયતના રૂમમાં પુરાય ગયા હતા અને તાત્કાલીક કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

જેના પગલે સ્થાનીક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પરંતુ તે પહેલા નિમેશ અને તેના માણસો ધમકી આપી જતાં રહ્યાં હતાં. આ અંગે રાકેશની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે નિમેશ રજવાડી, ફતેસીંગ બાબર ગોહેલ, જીતેન્દ્ર કીરીટ ગોહેલ અને મુકુંદ કીરીટ ગોહેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...