• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Breeding Corruption In The Guise Of Fish Industry, Panchayat Office Bearers Renting Out More Than 120 Ponds In Anand District

ભાસ્કર એક્સકલૂઝિવ:મત્સ્ય ઉદ્યોગની આડમાં ભ્રષ્ટાચારનો ઉછેર, આણંદ જિલ્લામાં 120થી વધુ તળાવો બારોબાર ભાડે આપી દેતા પંચાયતના હોદ્દેદારો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મત્સ્ય ઉદ્યોગ કચેરી અને પંચાયતના સભ્યોની જાણ બહાર જળ માફિયાઓ દ્વારા કરાતા ખેલથી સરકાર-પંચાયતને નુકસાન

આણંદ જિલ્લામાં 120થી વધુ તળાવો કોઇ પણ જાતની મંજૂરી કે ઠરાવ વિના ભાડે આપી મત્સ્ય ઉદયોગની આડમાં ભ્રષ્ટાચારનો ઉછેર કરાઇ રહ્યો હોય તેવી સ્થિતિ ઉદભવી છે. આણંદ જિલ્લામાં 351 ગામો અને પરા વિસ્તારમાં 930 થી વઘુ તળાવો આવેલા છે. જેમાં કેટલાંક તળાવો પંચયાત દ્વારા મત્સ્ય ઉદ્યોગ કે શિંગડી માટે ભાડે આપવામાં આવતાં હોય છે. જેમાં આણંદ જિલ્લા મત્સ્યઉદ્યોગ વિભાગમાં 450 જેટલાં તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે ભાડે આપ્યાના ઠરાવ જે તે પંચાયત દ્વારા કરવામાં આવ્યાં છે.

પંચાયતોને આર્થિક નુકશાન થઇ રહ્યું છે
જયારે કેટલાંક ગામોમાં પંચાયતના સત્તાધિશો સક્ષમ અધિકારીને જણ કર્યા સિવાય કે પંચાયતમાં કોઇ પણ જાતનો ઠરાવ કર્યા સિવાય ભાડે આપી દેતા હોવાથી પંચાયતમાં નાંણા જમા થતી નથી અને બારોબાર ચાંઉ થઇ જતાં હોવાની ફરિયાદો ઉઠી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં 120 થી વધુ તળાવો પંચાયતના સત્તાધિશો દ્વારા બારોબાર ભાડે આપી દેવામાં આવ્યાં છે. જેથી પંચાયતોને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. ત્યારે આવા સત્તાધિશો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પંચાયત અને સરકારને આર્થિક નુકસાન થઇ રહ્યું હોવાના આક્ષેપ
મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ ભાડે આપવાની પ્રક્રિયા એવી છે કે જે તે પંચાયતે તળાવ ભાડે આપવા માટે પહેલા ગ્રામ પંચાયતની સભામાં ઠરાવ કરીને મંજૂર કરવાનો હોય છે.તે ઠરાવની નકલ મત્સ્યઉદ્યોગ કચેરી આણંદ ખાતે મોકલીને મંજૂર મેળવવાની હોય છે.ત્યારે બાદ તે તળાવ ભાડે આપવા માટે કાર્યવાહી થઇ શકે તેમ છે. તેમજ અન્ય હેતુસર ભાડે આપવા બાબતે સક્ષમ અધિકારીની મંજૂરી લેવાની હોય છે. પરંતુ આણંદ જિલ્લામાં હાલમાં લોલમ લોલ ચાલી રહ્યું હોવાથી પંચાયત અને સરકારને આર્થિક નુકસાન થઇ રહ્યું હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે.

સત્તાધિસોને કારણે પંચાયતો ડચકા ખાઇ રહી છે: નાગરિકો
આણંદ જિલ્લામાં 8 તાલુકામાં થઇને 120 થી વધુ તળાવો કોઇ પણ પ્રકારના ઠરાવ કે મત્સ્ય ઉદ્યોગ કચેરીને જાણ કર્યા સિવાય પંચાયતના સભ્યોની જાણ બહાર સત્તાધિશોએ તળાવ ભાડે આપીને ભાડાની રકમ પંચાયતમાં જમા કરાવવાની જગ્યાએ ચાઉ કરી જતાં હોવાની બુમો ઉઠવા પામી છે. આવા સત્તાધિસોને કારણે પંચાયતો ડચકા ખાઇ રહી હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું છે.

પંચાયત ઠરાવ કરીને મોકલે પછી મંજૂરી આપવામાંઆવે છે
આણંદ જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં 450 જેટલા તળાવો ભાડે આપવા માટે જે તે પંચાયત ઠરાવ મોકલી આપવામાં આવ્યાં છે. તેઓને ઠરાવને મંજૂર રાખવામાં આવ્યા છે. પણ કોઇ ગ્રામ પંચાયત તળાવ ભાડે આપી દીધુ હોય અને પાછળથી ઠરાવ મોકલી આપે તો અમે મંજૂરી આપી છે.કોઇ પંચાયત ઠરાવ કરીને ન મોકલ્યો હોય તે માટે પંચાયત જવાબદાર રહેશે. - આર.પી. સકરેલિયા, અધિકારી,મત્સ્ય ઉદ્યોગ કચેરી, આણંદ

અન્ય સમાચારો પણ છે...