તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Breakdown In Drinking Water Pipeline Near Nani Khodiyar In Anand, Leakage Of Thousands Of Liters Of Water, Empire Of Dirt In Hadgud Lake

બેદરકારી:આણંદના નાની ખોડીયાર પાસે પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ,હાડગુડના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની પાઇપ લાઈનમાં દૂષિત પાણી ભળતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
  • હાડગુડના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળા ફેલાવવાની દહેશત વચ્ચે ગ્રામજનોમાં આંદોલનનો સૂર

આણંદ શહેરમાં નાની ખોડિયાર મંદિર સામે સ્ટ્રોમ વોટર ડ્રેઇનનાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. તેમજ પીવાના પાણીની પાઇપ લાઈનમાં દૂષિત પાણી ભળતા આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી વકી ઉભી થઇ છે. જ્યારે શહેરનાં હાડગુડ ગામની મધ્યમાં આવેલું ગામનુમ મુખ્ય તળાવ ગંદકીથી ઉભરાઈ રહ્યુ છે. છેલ્લા કેટલાય વર્ષોથી પ્રતિદિન બગડતી જતી તળાવ તથા તેની આજુબાજુના કિનારાઓ પર ભારી ગંદકીએ નાગરિકોમાં રોષ ઉભો કર્યો છે.

શહેરમાં નાની ખોડિયાર માર્ગ પર સ્ટ્રોમ વોટર ડ્રેઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટરની બેદરકારીનાં કારણે પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેમજ પીવાના પાણીની પાઇપમાં દૂષિત પાણી ભળવાના કારણે પીવાના પાણીના નળમાં ડહોળું પાણી આવી રહ્યું છે. જેથી આ વિસ્તારમાં પાણીજન્ય રોગોની ફરિયાદ વધી છે. કેટલાક નાગરિકોને ઝાડા ઉલટીઓ થઈ જતા દાક્તરી સેવા લેવાની જરૂર પડી હોવાના પણ અહેવાલો જાણવા મળી રહયુ છે. જે અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ કોઈ નકક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ અંગે સ્થાનિક સામાજીક કાર્યકર રમેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્રને રજુઆત કર્યા બાદ અહીયા સમારકામ કરવામાં આવ્યું હોવાનું પાલિકા જણાવી રહી છે. બીજી તરફ અહીયા પાણીની લાઈનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાલિકાના કર્મચારીઓએ સમારકામ કઈ જગ્યાએ કર્યું તે સવાલ સર્જાયો છે. પાલિકાની બેદરકારીના કારણે આ વિસ્તારમાં લોકો રોગચાળાનો ભોગ બન્યા છે. ત્યારે પાલિકા તંત્રમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી.

હાડગુડના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ,જન આંદોલનના એંધાણ

આણંદ શહેરનાં હાડગુડ ગામની મધ્યમાં આવેલું ગામનું મુખ્ય તળાવ ગંદકીથી ઉભરાઈ રહ્યુ છે. છેલ્લા કેટલાય વર્ષોથી પ્રતિદિન બગડતી જતી તળાવ તથા તેની આજુબાજુના કિનારાઓ પર ભારી ગંદકીએ નાગરિકોમાં રોષ ઉભો કર્યો છે. તળાવના દૂષિત પાણીથી ફેલાતી દુર્ગંધ તળાવના કિનારે રહેતા ગ્રામજનો તથા દુકાનદારો કરી ના આરોગ્યને જોખમ માં મૂકી રહી છે.આ ગંદકી તવરીતના ધોરણે દૂર કરવા અને તળાવને સ્વચ્છ કરવા લોકમાંગ ઉભી થઇ છે.

હલગુડમાં આવેલા તળાવમાં ઘાસ અને કિનારે કચરાના ઢગલા અને જંગલી વનસ્પતિ તથા મોટા પ્રમાણમાં લીલ બાજી જતા કિનારાના વિસ્તારોમાં ઉભી થતી દુર્ગંધ ગામમાં વ્યાપી રહી છે .સંધ્યાકાળમાં તળાવ કિનારે મચ્છર તથા અન્ય જીવતોનો ત્રાસ ગ્રામજનોને હેરાન પરેશાન કરી રહ્યો છે. તળાવ કિનારે નજીક એક તરફ નાગરિક રહેઠાણ છે તો બીજી તરફ આરોગ્ય ખાતું અને નાની મોટી દુકાનો પણ આવેલી છે. જેઓ આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રહીશો અને દુકાનદારોએ જણાવ્યું હતું કે, ગંદકીની દુર્ગંધથી હવે કોઈ કાયમી નિકાલ નહિ આવે તો જન આંદોલનકરવા મજબૂર થવું પડશે.

મહત્વનુ છે કે, આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થશે ત્યારે આ પરિસ્થિતિ વધુ વકરશે અને ગામમાં રોગચાળા નું કેન્દ્ર બનશે. હાલ રાત્રે લટાર મારવા નીકળતા ગ્રામજનોએ પણ દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ સહન કરવો પડે છે. તળાવ તથા તેના કિનારે કચરાના ઢગલા તથા ગંદકીથી રોગચાળો ફાટવાની શક્યતા રહેલી છે અને વધુ ગામનું એકમાત્ર આરોગ્ય ખાતું અને પોસ્ટ ઓફિસ બાલમંદિર પણ આ ગંદકી ભર્યા તળાવ કિનારે જ આવેલા આવેલા છે. મચ્છર અને અન્ય જીવજંતુઓ કરડવાના કારણે બીમારી ફેલાવવાના ડરથી ગ્રામજનો કંપી રહ્યા છે. ગ્રામ પંચાયત તંત્ર દ્વારા તળાવમાંથી ગંદો કચરો કાઢવામાં આવે તળાવ તથા તેના કિનારાઓની યોગ્ય રીતે સાફ-સફાઈ કરાવી તળાવને ફરીથી સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...