મારામારી:તારાપુર ફતેપુરા પંપ પર ગેસ પુરાવવા બાબતે બોલાચાલી, એકને માર માર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

તારાપુર વરસડા રોડ ઉપર ફતેપુરા સીમમાં સીએનજી પંપ પર ગેસ પુરાવવા માટે ગયેલા બે શખ્સો સાથે ઝઘડો કરીને બે યુવકોએ લાકડાના દંડાથી માર મારી ફેકચર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા હસમુખભાઈ કાળુભાઈ ચાવડા તથા મહેશભાઈ ચાવડા કાર લઈને બહારગામ જવા નીકળ્યા હતા. ત્યારે ફતેપુરા સીએનજી પંપ પર ગાડીમાં ગેસ પુરાવવા માટે ઉભા હતા. તે સમયે ફતેપુરાના અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ ગોહેલ અને અર્જુનભાઈ ઘનશ્યામભાઈ ગોહેલે ગેસ લાઈનમાં પુરાવવા બાબતે બોલાચાલી કરી હતી. બંને વચ્ચે ભારે બોલાચાલી થતા અલ્પેશે ફોન કરીને પોતાના ભાઈ અર્જુનને બોલાવ્યો હતો અને બંને ભાઈઓએ ભેગા મળી લાકડાના દંડા લઈ આવી હસમુખભાઈ તથા મહેશભાઈને શરીરે દંડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે હસમુખભાઈ કાળુભાઈ ચાવડાએ તારાપુર પોલીસ મથકે અલ્પેશભાઈ ગોહેલ અને હસમુખભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 323, 325, 504, 506(2), 114 તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ બનાવની તપાસ તારાપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એન. જી. પટેલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...