ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે ખંભોળજ પોલીસે ખુ્લ્લી જગ્યામાં ઉભેલ બાઇકમાંથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી.જયારે પોલીસને જોઇને બાઇક ચાલક ભાગી ગયો હતો. ખંભોળજ પોલીસ પેટ્રોલિંગમાં હતા.
ત્યારે બાતમી મળી હતી કે, પ્રતાપપુરા ગામે ભઇબાપુરા વિસ્તારમાં રહેતો પીન્ટુ ચૌહાણ પોતાના ઘર આગળ વિદેશી દારૂનુ વેચાણ કરે છે. ખંભોળજ પોલીસની ટીમે પ્રતાપપુરા ગામે ભઈબાપુરા વિસ્તારમાં બાતમી મુજબના સ્થળે છાપો મારતા પીન્ટુ ચૌહાણ પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બાઈક લઈને ઉભો હતો.
જે પોલીસને જોઈને બાઈક મુકી ભાગી છુટ્યો હતો. પોલીસે બાઇક તલાશી લેતાં રૂ 2 હજારની કિંમતની વિદેશી દારૂની 4 બોટલો મળી આવી હતી. પોલીસે બાઈક અને દારૂ મળી કુલ રૂ 27 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ ગુનો દાખલ કરી ફરાર પીન્ટુ ચૌહાણને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.