તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગુમ બાળકના હાથ પર પિતાના નંબરથી બંને ભેટો થયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદનો 8 વર્ષનો દીપક ઠપકાથી નારાજ થઇ ઘર છોડી વિદ્યાનગર પહોંચ્યો

નડિયાદ શહેરના સંતરામ મંદિર પાછળ આવેલા કબીરા છાપરામાં રહેતા 8 વર્ષના બાળકને ઘરે ઠપકો આવતાં ઘરેથી કહ્યાં સિવાય નીકળી વિદ્યાનગર પહોંચી શાસ્ત્રી મેદાન પાસે પહોંચી ગયો હતો. બાળકને ગુમસુમ હાલતમાં જોઇ સ્થાનિક રહીશે આણંદ બાળસુરક્ષા વિભાગને જાણ કરી હતી. ટીમે તેના વાલીવારસની ભાળ મેળવવા પૃચ્છા કરી હતી પરંતુ તે કઇ બોલતો નહતો. જો કે ટીમની નજર બાળકના હાથ પર ત્રોફાવેલા એક મોબાઇલ નંબર પર પડી હતી અને તે નંબર પર ફોન કરતા તેના પિતા સાથે વાત થઇ હતી. તેમને આણંદ બોલાવી પિતા અને માસુમ પુત્રનું મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના સંતરામ મંદિર પાછળ વિઠ્ઠલ કન્યા નિદ્યાલય પાસે કબીર છાપરામાં કૌશિકભાઇ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે 8 વર્ષના પુત્ર દીપકને ઠપકો આપતા તે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો અને કોઇ વાહનમાં બેસી વિદ્યાનગર ખાતે આવી ગયો હતો. બુધવારના રોજ શાસ્ત્રીમેદાન પાસે બાળકને એકલો ફરતો જોઇને કોઇએ આણંદ બાળ સુરક્ષા વિભાગમાં ફોન કરીને જણ કરી હતી. જેથી બાળ સુરભા વિભાગના જીમી પરમાર પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા.

તેઓએ બાળકની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ દીપક હોવાનું જણાવ્યું હતું. પરંતુ અન્ય કોઇ જવાબ આપતો ન હતો. પરંતુ તેના હાથ પર મોબાઇલ નંબરનું છુંદણું ત્રોફાવેલું હતું. જેથી ટીમે તે નંબર સંપર્ક કરતાં તે દીપકના પિતા કૌશિકભાઇનો હતો. કૌશિક ચૌહાણને સમગ્ર બાબતથી વાકેફ કરી આણંદ ખાતે બોલાવાયા હતા અને પુત્રનો કબજો સોંપ્યો હતો. પુત્ર દીપક પહેલીવાર આ રીતે ઘરેથી નીકળ્યો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.

બાળકના હાથ પર મોબાઇલ નંબર હોવાથી પિતાનો સંપર્ક શક્ય બન્યો
આણંદ બાળ સુરક્ષા વિભાગના અધિકારી જે.સી.પરમારે જણાવ્યું હતું કે, વિદ્યાનગર શાસ્ત્રી મેદાને એક બાળક ગુમસુમ બેઠું હોવાની જાણ થતાં તેને ઓફિસ લઇ આવ્યા હતા અને હાથ પર લખેલા મોબાઇલ નંબર પરથી તેના પિતાની ભાળ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...