પેટલાદના મહેળાવમાં રહેતા ખેડૂત સાથે રૂપિયા 23 હજારની છેતરપિંડી આચરનારા બંને શખસોને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને જેલમાં ધકેલવાનો આદેશ કર્યો હતો.આ અંગે વાત કરતાં આણંદ સાઈબર સેલના પીઆઈ લાલજીભાઈ ગમારાએ જણાવ્યું હતું કે, સાઈબર સેલની ટીમે ઝડપી પાડેલા બંને શખસ મહાદેવ હરજી ભડાણીયા અને અકીલ મહેબુબ સુવાણ (બંને રહે. બોટાદ) ને ઝડપી પાડી પૂછપરછ કરી હતી.
જેમાં તેઓએ મહેળાવના ખેડૂત સાથે છેતરપિંડી કરવા માટે જે સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. તે સીમકાર્ડ તો તેમના નામે હતું જ નહીં. તેઓએ સીમકાર્ડ કોઈ ત્રાહિત વ્યક્તિના નામનું હતું, તેનો ઉપયોગ કર્યો હતો. બનાવમાં હજુ ત્રીજો એક વ્યક્તિ વોન્ટેડ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.