ચકલાસી ખાતે ગત શનિવારે થયેલી કોલગર્લની હત્યામાં મૃતદેહને સગેવગે કરવા કારની વ્યવસ્થા કરી ટીપ્સ આપનારા બંને શખસ જેક્શન મેકવાન અને દિનેશ મેકવાનની ભાલેજ પોલીસે ધરપકડ કરી હતી. બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બુધવારે પૂરા થતાં પુન: તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના ફર્ધર રિમાન્ડ નામંજૂર કરી તેમને આણંદ સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર બનાવમાં મુખ્ય આરોપી જમીલ ઉર્ફે મીન્ટુ મલિક પોલીસ પકડથી દૂર છે.
જોકે, હાલમાં પોલીસ દ્વારા મૃતક મહિલા સલમાની પણ ઓળખ કરવાની કવાયત હાથ ધરાઈ છે. સમગ્ર ઘટનાના તપાસ અધિકારી નીતિરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાલમાં બેથી ત્રણ ફોન કોલ તેણીની ઓળખ કરવા માટેના આવ્યા છે. જેમને અમે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે. એ લોકો આવે અને ઓળખી બતાવે પછી આગળ કંઈ કહી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.