તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી સિદ્ધી:બોરસદના છ વર્ષના બાળકની સીટી વગાડવાની મહારથે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન અપાવ્યું

આણંદ9 દિવસ પહેલા
 • યંગેસ્ટ ટુ પ્લે વ્હિસલ યુઝીંગ ઓલ ફીંગરનો રેકોર્ડ બન્યો

બોરસદ શહેરમાં રહેતા છ વર્ષના બાળકની સીટી વગાડવાની આવડત તેની વિશેષ સિધ્ધિ બની ગઈ છે. પોતાના બંને હાથની દસ આંગળીઓથી સીટી વગાડવાની મહારથ ધરાવતા આ બાળકે ઈન્ડિયા બુક તથા ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર જીલ્લાનો પ્રથમ બાળક બન્યો છે.

બોરસદ શહેરમાં ચીમનલાલ દામોદરદાસ સુખડીયા પરિવારના યુગ સુખડીયાએ છ વર્ષની નાની વયે પોતાના બંને હાથની દરેક આંગળીઓથી સીટી વગાડવાની મહારત ધરાવે છે. યુગ સુખડીયા પોતાના હાથની દરેક આંગળીઓથી જુદા જુદા રાગમાં મધુર અને રસપ્રદ સીટીઓ વગાડી જાણે છે. યુગના શોખે તેની વિશેષ સિધ્ધિ બક્ષી પ્રસિધ્ધ કર્યો છે. યુગે વિવિધ રૂપે સીટી વગાડી ઈન્ડિયા બુક તથા ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં યંગેસ્ટ ટુ પ્લે વ્હિસલ યુઝીંગ ઓલ ફીંગરનો રેકોર્ડ બનાવ્યો છે.

યુગની માતા શિક્ષિકા છે. જ્યારે તેના પિતા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. યુગને તેના દાદા તથા માતા પિતાએ પ્રોત્સાહન આપતા તે ઈન્ડિયા બુક તથા ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે. યુગની આ આગવી કળાની લોકપ્રશંસાએ નગરમાં આકર્ષણ ઉભું કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો