દહેજે સંસાર બગાડ્યો:બોરસદના સાસરિયાઓએ પરિણીતા પર દહેજ બાબતે ત્રાસ ગુજારી રાત્રે બે વાગ્યે ઘરેથી કાઢી મૂકી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામની અને નડીઆદ ખાતે લગ્ન કરનાર પરિણીતાને પતિ તેમજ ઘરના સભ્યોએ શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને રાત્રીના બે વાગ્યાના સુમારે ઘરની બહાર કાઢી મુકતા આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

નાપા તળપદ ગામની વાળંદની કુઈ પાસે રહેતી યુવતીના લગ્ન તારીખ 2001માં નડીઆદ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જાન્યુઆરી-21થી સસરા દ્વારા તારા પિતાએ માંગ્યા મુજબ વસ્તુઓ આપી નથી તેમ જણાવીને નાની-નાની બાબતોએ બોલાચાલી કરવાનું ચાલુ કર્યું હતુ. સાસુ પણ તારા મા-બાપે સોનાનો દોરો પણ આપ્યો નથી, તેમ જણાવીને ચાંદીના દાગીનાની માંગણી કરતા હતા.

નણંદ પતિ નોકરી પરથી ઘરે આવે ત્યારે તેણી વિરૂદ્ધ ખોટા આક્ષેપ કરીને મોબાઈલ પર કોઈની જોડે વાતો કરે છે તેવી ચઢવણી કરીને અમે જમી લઈએ ત્યારબાદ જ તારે જમવાનું તેમ કહીને હેરાન પરેશાન કરતી હતી. જેના કારણે પતિ દ્વારા તેણીને મારઝુડ કરવામાં આવતી હતી.

પરિણીતાને ગાંઠનું ઓપરેશન કરાવતા સાસુ-સસરા દ્વારા તેણીને કપડા પહેરતા આવડતુ નથી તેમ જણાવીને ઝઘડો કરતા તેણીએ વળતો જવાબ આપ્યો હતો. જેથી નણંદ દ્વારા તારી જીભ બહુ મોટી થઈ ગઈ છે, તેમ કહીને પતિને ચઢવણી કરતા ચારેય જણાએ બોલાચાલી અને ઝઘડો કરીને રાત્રીના બે વાગ્યાના સુમારે તેણીને ઘરની બહાર કાઢી મુકી હતી. જેથી તેણીએ પિયર આવીને બાદમાં બોરસદ રૂરલ પોલીસ મથકે આવીને ચારેય વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...