તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એટ્રોસિટીનો ગુનો:બોરસદની વિધવાને પુત્રના અકસ્માત સમયે વાહનચાલકે પૂરો ખર્ચ આપવાનું કહી દગો કર્યો, ઓપરેશનના નાણાં માંગ્યા તો લાફો માર્યો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકની માતાને અકસ્માત કરનારે પોલીસ ફરિયાદ ન કરવા અને સારવારનો તમામ ખર્ચ ઉપાડવાની બાંહેધરી આપી હતી
  • પુત્રને પગનું ઓપરેશન કરાવવા અંગે ડોક્ટરની સલાહ બાદ દલિત વિધવા મહિલા અકસ્માત સર્જનાર વાહનચાલકને ઘરે પહોંચી

બોરસદ તાલુકાના કોઠીયાખાડ ગામના વાહનચાલક દ્વારા કિખલોડ રોડ પર બોરસદના વિધવાના દીકરાને અકસ્માત થતાં પોલીસ ફરિયાદ ન કરવા વાહનચાલકે તમામ ખર્ચ કરવાની મૌખિક બાંહેધરી આપી હતી. જેથી વિધવાએ પુત્રના પગનું ઓપરેશન કરાવવા અંગે ડોક્ટરની સલાહ બાદ ઓપરેશનના ખર્ચ બાબતે અકસ્માત સર્જનાર વાહનચાલકને ઘરે વિધવા ગયા હતા. પરંતુ ચાલકે વિધવાને લાફો ઝીંકી દીધો હતો અને જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી જાતીય અપમાન કર્યાની ઘટના બાબતે ભાદરણ પોલીસે ત્રણ વ્યક્તિ વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના ઉમલાવ ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતા નીરુબેન રોહિતનો પુત્ર દીક્ષીત વાલવોડ એન્જોય સીટીમાં તબેલામાં નોકરી કરે છે. તબેલામાંથી દુધ લઈને દરરોજ બાઈક ઉપર વડોદરા આપવા માટે જાય છે. ગત તા. 18/1/2021ના રોજ દીક્ષીત દૂધ લઈને બાઈક ઉપર વડોદરા જતો હતો તે સમયે કીંખલોડ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પો ગાડીની ટક્કર લાગતા અકસ્માતને કારણે દીક્ષીત બાઈક ઉપરથી પડી ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી ટેમ્પોના માલિક કોઠીયાખાડના ભીખા પઢીયારે દીક્ષીતને સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ સમયે અકસ્માત કરનાર ટેમ્પો ડ્રાઈવરે અકસ્માતનો ભોગ બનનાર અને તેની વિધવા માતાને પોલીસ ફરિયાદ ન કરવા સમજાવ્યા હતા. વળી અકસ્માતથી થયેલા નુકશાન અને સારવારનો તમામ ખર્ચ આપવા મૌખિક બાંહેધરી આપી હતી. જેથી ફરિયાદી દલિત વિધવા મહિલાએ વિશ્વાસ રાખી અકસ્માત કરનાર ઉપર કોઈ જ પોલીસ ફરિયાદ નહોતી કરી.

ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટર દ્વારા અકસ્માતનો ભોગ બનનાર દીક્ષિતને ઓપરેશન કરાવવા બાબતે સલાહ આપતા દલિત વિધવા માતાના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશન ફરજીયાત કરાવવું પડે તેવુ હોઈ નીરુબેન રોહિત કોઠીયાખાડ ગામે ટેમ્પો ડ્રાઈવરના ઘરે પહોંચી સઘળી વિગતો જણાવી અને અકસ્માત સમયે મૌખિક બાંહેધરી મુજબ આર્થિક મદદ કરવા જણાવ્યું હતું.પુત્રના ઓપરેશન માટે બાંહેધરી મુજબના નાણાં મદદની માંગણી કરતા જ અકસ્માત કરનારના પુત્રએ ઉશ્કેરાઈ ગયા હતા અને તાડુક્યા કે જે તે દિવસે દવા કરાવી તેના પૈસા દવાખાનામાં આપી દીધા છે. હવે અમારી કોઈ જવાબદારી રહેતી નથી તેમ કહી ગાળો બોલ્યા હતા.

આ ઉપરાંત ત્યાં હાજર સંજય વકીલ નામની વ્યક્તિએ વકીલાત કરતા હોવાનો રોફ રાખી તારાથી થાય તે કરી લે તેમ જણાવ્યું હતું. વળી આજ સમયે ટેમ્પો ડ્રાઈવરની પત્ની મંજુલાબેન એકદમ ધસી આવી ગાળો બોલી જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી , જોરથી લાફો મારી જાતિ અપમાન કર્યું હતું. આ અંગે નીરુબેન રોહિતે ભાદરણ પોલીસે લાલાભાઈ સંજયભાઈ વકીલ અને મંજુલાબેન ભીખાભાઈ પઢીયાર સહિત ત્રણ વિરુદ્ધ ઈપીકો કલમ 323, 504, 114 અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો