જૂથ અથડામણ:બોરસદના ચુંવા ગામે બાઇક લઇ જવા જેવી નજીવી બાબતે મોડી રાત્રે પથ્થરમારો, પાંચથી વધુ ઘવાયાં

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સમયસર પહોંચી મામલાને થાળે પાડ્યો

બોરસદ તાલુકાના ચુંવા ગામે રવિવારની મોડી રાત્રે બાઇક લઇ જવાની નજીવી બાબતે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. જેમાં પાંચ ઘવાયાં હતાં. જોકે, સમયસર પહોંચેલી પોલીસે મામલાને થાળે પાડ્યો હતો.

બોરસદના ચુંવા ગામે રવિવારની મોડી રાત્રે બાઇક લઇ જઇ રહેલા યુવકને ઝઘડો થયો હતો. ચુવા ગામે રામદેવપીરનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન બાઇક લઇને પસાર થવા બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બન્ને પરિવાર સામસામે આવી ગયા હતા અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે એક બીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં પાંચ જેટલી વ્યક્તિને નાની - મોટી ઇજા પહોંચી હતી.

આ ઘટનાની જાણ થતાં બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને થાળે પાડી હતી. હાલ આ અંગે કોઇ ફરિયાદ દાખલ થઇ નથી, પરંતુ પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામસામે પથ્થરમારો કરનાર બન્ને પરિવાર વચ્ચે જૂની અદાવત હોવાથી ઝઘડો ઉગ્ર બન્યો હોવાનું જણાવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...