દુર્ઘટના:બોરસદના આધેડનું કારની અડફેટે મોત, વાસદ પોલીસ અજાણ્યા કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદ નજીક વાસદ પાસે હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં કારના ચાલકે બોરસદના આધેડને ટક્કર મારતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બોરસદ તાલુકાના ફતેપુરા ખાતે 47 વર્ષીય મહેન્દ્રભાઈ ભીખાભાઈ મકવાણા રહે છે. તેઓ વાસદ ગામે આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટેલમાં છેલ્લાં એક વર્ષથી નોકરી કરતા હતા. સોમવારે સાંજે તેઓ હોટલ પર આવી રહ્યા હતા. દરમિયાન, વડોદરાથી આણંદ તરફના રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. એ સમયે પુરપાટ ઝડપે આવી ચઢેલી એક પીકઅપ કારના ચાલકે તેમને ટક્કર મારી હતી.

જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. અકસ્માત થતા જ અજાણ્યો કાર ચાલક પોતાની કાર લઈને ભાગી છૂટ્યો હતો. આ બનાવ બનતાં જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. અને મહેન્દ્રભાઈને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે વાસદ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...