સજા:બોરસદ કોર્ટે રોડ અકસ્માતના ગુનામાં આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ વાસદ ચોકડી નજીક બાઈક અને સ્કૂટર વચ્ચે એકસ્માત થયો હતો

આણંદની બોરસદ કોર્ટે બેફિકરાઈથી વાહન ચલાવનારા અને અકસ્માત સર્જનારા સામે ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. બોરસદ વાસદ ચોકડી સુર્ય મંદિર આગળ પામોલ રોડ ઉપર તારીખ 9 નવેમ્બર 2018 ના રોજ સાંજના સમયે ફરીયાદી હિંમેશકુમાર ભાનુભાઈ પટેલ અને શૈલેષભાઇ બાઇક લઈ પસાર થતાં હતાં. તે સમયે પુર ઝડપે આવી રહેલા સ્કૂટર ચાલક સંજયકુમાર અરવિંદભાઇ ઠાકોર (પગરવાડીયા) એ હિમેશકુમારની બાઇકને અથડાવ્યું હતું. આ ઘટનામાં આરોપીને બોરસદ કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે.

આ અકસ્માતમાં હિમેશકુમાર અને શૈલેષભાઈ રોડ ઉપર પડકાતા શૈલેષભાઈને જમણા પગે ઘુંટણ નીચે ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે હિમેશકુમારને શરીર વત્તા ઓછા પ્રમાણમાં ઇજા થઈ હતી. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ મુકી હતી.

મહત્વનું છે કે, આ કેસ બોરસદની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.જી. પારગીએ કોર્ટમાં પાંચ સાક્ષીઓ અને ત્રણ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યાં હતાં. જેને આધારે બોરસદ કોર્ટે IPC કલમ 338 ના ગુનામાં આરોપી સંજકુમાર ઠાકોર (પાટણવાડીયા)ને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડના ભરે તાં વધુ 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. મહત્વનું છે કે બોરસદ કોર્ટના આ ચુકાદાના પગલે બેફામ વાહન હંકારી અકસ્માત કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...