લોકાર્પણ:બોરસદ ચોકડી ઓવરબ્રિજ 26 જાન્યુ.એ ખુલ્લો મુકાશે

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

આણંદ ખંભાતી રેલવે લાઇન પર બોરસદ ચોકડી પાસે ત્રિપાંખિયા ઓવરબ્રિજ કામ સવા બે વર્ષે પૂર્ણ થયું છે. આગામી 26મીના રોજ આરોગ્ય અને જિલ્લા પ્રભારીઓ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

આ ઓવરબ્રિજ શરૂ થતાં જીટોડિયા અને બોરસદ ચોકડી આસપાસની 150થી વધુ સોસાયટીઓ અને નાવલી, વાસંખીલિયા, નાપા, બોરસદ અને આંક લાવ તરફના ગામોની જનતાને 3 કિમીના ફેરામાંથી મુકિત મળશે. રોજ અમિન ઓટો ફાટક પર ચક્કાજામમાં અટવાતાં 4 હજાર વાહનચાલકોના સમય સાથે ઇંધણની પણ બચત થશે.

આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ અને આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપ પ્રમુખ છાયાબેન ઝાલા સહિતના કાઉન્સીલરોએ અને પદાધિકારીઓ બો રસદ ચોકડી નવા ઓવનબ્રીજ નિરીક્ષણ કર્યું હતું.તેમજ નાની મોટી કામગીરી બાકી છે.તાકીદે પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ પુન: ચાલુ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...