આણંદ ફાયરિંગ કેસ:ગાર્ડ પાસેથી ઉછીના રૂ. 75 લાખ લેનાર ભાજપનો હોદે્દાર ફરાર, દિપેને અપાવેલા નાણા ફસાતા ગાર્ડે ગોળી મારી

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના બારદાનવાલા કોમ્પલેક્સમાં શુક્રવારે બપોરે િસક્યોરીટી ગાર્ડે યુવક પર કરેલાં ફાયરીંગ પ્રકરણમાં સિક્યોરીટી ગાર્ડની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સિક્યોરીટી ગાર્ડ રમેશ જગમલ વારૂએ પોલીસને જણાવ્યું હતું કે, દિપેન રબારી અગાઉ બેંકમાં રોજમદાર તરીકે કામ કરતો હોવાથી મિત્રતા થઈ હતી.

દિપેને તેના વિસ્તારમાં રહેતા ભાજપના હોદૃેદાર ધવલ ટીના ચાવડાને પૈસાની જરૂરીયાત હોવાની વાત જણાવી હતી. એ સમયે દિપેને પૂરેપૂરા પૈસા દોઢ-બે મહિનામાં પરત આપી દેવાની શરતે લીધા હતા. ટુકડે-ટુકડે કરીને સિક્યોરીટી ગાર્ડ પાસેથી દિપેન મારફતે ધવલે રૂા. 75 લાખ ઉછીના લીધા હતા. જેમાંથી રૂા.15 લાખ પરત આપ્યા હતા. રૂા.60 લાખ બાકી હતા.

રમેશ વારૂએ સગા-સંબંધીઓ પાસેથી તેમજ બેંકમાંથી રૂપિયા 4 લાખ જેમાં રૂપિયા બે લાખ તેના નામે અને બીજા બે લાખ રૂપિયા તેના પત્નીના નામે લોન લઈ તેમને અપાવ્યા હતા. લોનના હપ્તા ભરવાના હોઈ અને સગા-સંબંધીઓ ઉઘરાણી કરતા હોઈ અવાર-નવાર તેઓ દિપેન પાસે પૈસા માંગતા હતા.

દરમિયાન, છેલ્લાં દસ દિવસથી ધવલ ચાવડા અચાનક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને તેનો કોઈ સંપર્ક થતો નહોતો. જેને પગલે તેમણે દિપેન પાસે ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ દિપેને તેમની સાથે બેંકમાં ગમે તેમ બોલતાં સમગ્ર ઘટના બની હતી,

અન્ય સમાચારો પણ છે...