ગેરકાયદેસર:બોરસદમાં બોગસ ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું, દુબઈ જલીલ સાથે મળી યુ.પી.ના બે ઈસમો કોલમાં ટ્રાન્સફર કરતા હોવાનું ખૂલ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદની સાકરીયા સોસોયટી, મેમણ કોલોનીમાં મૂળ યુપીના ઈસમો

વિદેશથી આવતા કોલને લોકલ કોલમાં ફેરવી દઈને પ્રાને મોકલી આપી આપવાનું કામ કરતા હોવાની બાતમીને આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ દરોડો પડતા રાષ્ટ્રીય સલામતીને જોખમરૂપ ગેરકાયદેસર ચાલતું ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું હતું. બોગસ સીમકાર્ડ ને આધારે ચાલવાતા આ નેટવર્ક ના ઓપરેટર બે યુ.પી.ના ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ અર્થે આણંદ સાયબર સેલને સુપ્રત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા.18 ઓગસ્ટ 2021ના રોજ આણંદ એલસીબીના પી.આઈ. કે.જી.ચૌધરીને બાતમી મળી હતી કે, બોરસદ જે.ડી.પટેલ હાઇસ્કુલ નજીક આવેલ સાકરીયા સોસાયટી મેમણ કોલોનીમા રહેતા બાબરઅલી મકબુલ અહેમદ અંસારી તથા તેના કાકાના દિકરા મીરફસલ ઉર્ફે સોનુ મકસુદ અહેમદ બંને ભેગા મળી ટેલિફોન એક્સચેન્જ ચલાવે છે. જેથી પી.આઈ. કે.જી.ચૌધરી અને પી.એસ.આઈ પી.એ.જાદવની ટીમોએ બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા બન્ને ઇસમો શંકાસ્પદ ટેલિફોન ઈકવિમેન્ટના સરસામાન સાથે મળી આવ્યા હતા.

આ બન્ને ઈસમોની પુછપરછ કરતા પોતાના રહેણાંક મકાનમાં આવેલ પ્રથમ માળે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવતા હોય અને આ એક્સચેન્જ માંથી તેઓના સંપર્કવાળા માણસોના કહેવા મુજબ સીમ બોક્ષ ઓપરેટ કરી પોતાનો આર્થીક ફાયદો મેળવતા હતા.જે આધારે બોરસદ તેઓના ઘરે જઇ તપાસ કરતા રહેણાંક મકાનાના પહેલા માળે લેપટોપ તથા ડીનસ્ટાર કંપનીના 32 પોર્ટના ગેટ વેના બે અલગ અલગ ડીવાઇસ બે વાઇફાઇ રાઉટર સાથે કનેકટ કરેલા ચાલુ હાલતમાં મળી આવેલ જે ડીવાઇસમાં અન્ય રાજયના સીમકાર્ડ નાખેલ હતા.જે ગેરકાયદેસર રીતે ટેલી. એક્સચેન્જ ચલાવવા સારુ તેને લગતા જુદાજુદા ડીવાઇસ,રાઉટર તેમજ ત્રાહીત વ્યક્તિઓના નામના સીમકાર્ડ ખરીદી સીમ બોક્ષ થકી ટેલી.એક્સચેન્જ ઉભુ કર્યું હતું.

મહત્વનું છે કે, દુબઇથી જલીલ નામનો મુખ્ય સૂત્રધાર બોરસદના આ બન્ને ઈસમોને દિશા નિર્દેશ કરતો હતો.જે આધારે ISD કોલ ને GSM નેટવર્કમા તબદીલ કરતા હોઇ તેમજ ગેરકાયદેસર રીતે VOIP ધ્વારા ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરી ભારતમા વિદેશ થી આવતા કોલને સાદા વોઇસ કોલમાં ગેરકાયદેસર રીતે DOT ની ગાઇડ લાઇન વિરુધ્ધ ભારતમાં પ્રાપ્તકર્તાને મોકલી આપી કોલ કરનારની ઓરીજીનલ આઇડેન્ટીટી છુપાવી રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મુકવાનું જઘન્ય દેશ વિરોધી કૃત્ય ખુલવા પામ્યું છે.

રાજ્ય અને દેશ માટે પડકારરૂપ આ ગુનાહિત પ્રવૃત્તિએ બોરસદ પંથકમાં દહેશત નો માહોલ ઉભો કર્યો છે.ભારતની આંતરિક સલામતીને જોખમરૂપ આ ટેલી.એક્સચેન્જ મારફતે ક્યાંથી ફોન કોલ્સ આવતા હતા અને કોને કોને ફોન ડાયવર્ડ કરવામાં આવ્યા ? વળી આ માધ્યમથી કોઈ દેશ વિરોધી કે જાસૂસી પ્રવૃત્તિ થતી હતી કે કેમ તે તપાસનો વિષય છે.

આણંદ સાઈબર ક્રાઈમ વિભાગેઆઈટી એક્ટ, ઈન્ડીયન ટેલીગ્રાફ એક્ટ અને ઈન્ડીયન વાયરલેસ ટેલીગ્રાફ એક્ટ મુજબ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે. આણંદ પોલીસે લેપટોપ, 4 સીમ બેંક, 3 મોબાઈલ ફોન, વાઈફાઈ રાઉટર, 49 સીમકાર્ડના કવર ,અને 61 સીમકાર્ડ સહિત કુલ કિ.રૂ.2,77,500/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ગુનામાં (1) બાબરઅલી મકબુલ અહેમદ અંસારી રહે,બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા.બોરસદ જી.આણંદ.(2) મીર ફૈસલ મકસુદ અહેમદ અન્સારી રહે,બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા.બોરસદ જી.આણંદ ,મુળ, રહે ,ભીલમપુર, મસ્જીદ તથા પ્રાથમીક શાળા નજીક તા.બુઢનપુર, પોસ્ટઃ કોઇલ્સા જી.આજમગઢ ઉત્તરપ્રદેશની ધરપકડ કરી છે.આ ગુનાની આગળની વધુ તપાસ એલ.ડી.ગમારા, પો.ઇન્સ. સાયબર ક્રાઇમ ને સોંપવામાં આવી છે.

આ ગુનાહિત પ્રવૃત્તિમાં વિદેશથી કોઈ વ્યક્તિએ ભારતમાં કોલ કર્યો હોય, તો આ બોગસ એક્સચેંજ મારફત સ્થળાંતરિત થયેલ કોલ જે તે પ્રાપ્તકર્તાના નંબર પર ભારતીય નંબર બતાવતા હોય છે.જેથી કોલ રીસીવર ને એમ જ લાગે છે કે આ કોલ ભારતના જ કોઈ રાજ્ય કે શહેરમાંથી કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે આ તપાસમાં ખુલાસો થયો છે કે આખા નેટવર્કમાં દુબઈ નો જલીલ મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રાથમિક તબક્કે ખુલ્યું છે.જોકે પોલીસ આ હકીકતની તલસ્પર્શી તપાસ આરંભી જે દ્વારા વધુ સાચી હકીકત સામે આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...