રહસ્યમય મોત:આંકલાવમાં ઘરેથી ગુમ યુવકની લાશ કુવામાંથી મળી ,હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહ પહેલા ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયો હતો

આંકલાવના ડુંગર તળાવડી વિસ્તારમાં રહેતો 23 વર્ષિય યુવક ઘરેથી કોઇને કશુ કહ્યા સિવાય નિકળી ગયો હતો. જેની શોધખોળ છતાં કોઇ પત્તો લાગ્યો નહતો. આખરે બુધવારના રોજ તેની લાશ ગામના અવડ કુવામાંથી મળી હતી. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુત પાસ હાથ ધરી છે.

આંકલાવના ડુંગર તળાવડી વિસ્તારમાં રહેતો સંજય રમેશભાઈ સોલંકી (ઉ.વ.23) તા.13મીના રોજ ઘરેથી કોઇ કશું કહ્યા સિવાય નિકળી ગયો હતો. ચિંતિત પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો નહતો. બીજી તરફ બુધવારના રોજ ગામના અવડ કુવામાં યુવકની લાશ મળી હોવાથી આણંદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી કુવામાંથી લાશ બહાર કાઢી હતી. લાશની ઓળખ કરતાં તે ઘરેથી ગુમ થયેલો સંજય સોલંકી જ હોવાનું ખુલ્યું હતું.

આ ઘટના અંગે રહસ્ય ઘેરાયું છે.આ યુવક અહીં કેવી રીતે પહોંચ્યો અને હત્યા છે કે આત્મહત્યા સહિતના પ્રશ્નો અને ચર્ચાઓએ નગરજનો તેમજ પરિવારજનોના મનને બેચેન બનાવ્યું છે.આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સંજય ધુની મગજનો હોવાનું અને તેના કાકાની સાથે જ રહેતો હતો. જોકે, તે કેવી રીતે કુવા પડ્યો ? તે બાબતે આંકલાવ પોલીસ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...