તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામલો ગરમાયો:આણંદના નાવલીની બીએન પટેલ હાઈસ્કૂલે વાલીઓને ફી ભરવા દબાણ કરતાં હોબાળો, ફીમા રાહતના બદલે રૂપિયા એક હજારનો વધારો ઝીંકી દીધો

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'ફી નહીં ભરો તો આગળના ધોરણે પ્રવેશ આપવામાં નહીં આવે' તેવી ધમકી આપી રોષ ભડક્યો

આણંદ નજીકના નાવલી ગામે આવેલી બીએન પટેલ હાઈસ્કૂલના સંચાલકો દ્વારા ફરજીયાત ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરતાં મામલો ગરમાયો હતો. તેમાંય ફી નહીં ભરો તો વિદ્યાર્થીને આગળની ધોરણે પ્રવેશ ન આપવાની ધમકી આપતા વાલીઓ વિફર્યાં હતાં અને શાળાએ પહોંચી હોબાળો મચાવતાં અફડા તફડી મચી ગઈ હતી. વાલીઓ બાળકોના ભવિષ્યને લઈ ચિંતામાં ગરકાવ થયા છે.

નાવલી બી.એન પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે પુરેપુરી ફી ઉઘરાવવામાં આવી રહી છે. વાલીઓને ફી ભરવા શાળા સંચાલકો દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, જો ફી નહીં ભરો તો બાળકને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ પણ નહીં આપવાની જણાવ્યું હતું. આથી, વાલીઓમાં રોષ ભડક્યો હતો અને વાલીઓનું એક ટોળું બુધવાર સવારે શાળાએ પહોંચ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો. કોરોના કાળમાં તંગ આર્થીક પરિસ્થિતિ વચ્ચે ફીમાં રાહત આપવા અને માત્ર શિક્ષણ ફી લેવાની જ રજુઆત કરી હતી. જોકે, શાળા સંચાલકોએ પુરેપુરી ફી વસુલવા જ આગ્રહ રાખતા હંગામો થયો હતો.

નાવલી બી. એન. પટેલ હાઈસ્કુલમાં કે.જી.થી લઈ ધો.-12 સુધીના અભ્યાસક્રમ ચાલે છે. જેમાં પ્રાઈમરી વિભાગ સેલ્ફ ફાઈનાન્સ ચલાવવામાં આવે છે અને શાળા સંચાલકો દ્વારા ગત વર્ષની રૂ.8300 ફી તાત્કાલિક વાલીઓએ ભરી દેવા તેમજ ચાલુ વર્ષે ફીમાં રૂ.1000 રુપિયાનો વધારો કરી રૂ.9300 ભરવા માટે જણાવતા જ વાલીઓ રોષે ભરાયા હતા.

હાલમાં માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. અન્ય કોઈ પ્રવૃતિ શાળામાં ચાલતી નથી. ઘેર બેઠા અભ્યાસ કરવાનો હોવા છતાં શાળા દ્વારા ગણવેશની ફી વસુલાય છે અને દર વર્ષે ગણવેશ બદલીને વાલીઓ પર ખોટું ભારણ મુકવામાં આવે છે. આ ઉપરાંત સફાઈ કામગીરી અને ઈત્તર પ્રવૃતિ તેમજ લાઈટબીલ સહિતની ફી વસુલાય છે. જ્યારે સ્કુલો બંધ છે ત્યારે આ તમામ પ્રવૃતિ થતી નથી ત્યારે વાલીઓએ માત્ર શિક્ષણ ફી ભરવા અને તે પણ ત્રણ થી ચાર હપ્તામાં ભરવા માટેની રજુઆત કરી હતી.

સંચાલક મંડળ દ્વારા વાલી મંડળ સાથે બેઠક કરી હતી. તે સમયે પણ ફી મુદ્દે રજુઆત અને ચર્ચા થઈ હતી. તેમ છતાં પુરેપુરી ફી ગત વર્ષની અને ચાલુ વર્ષની ભરી દેવા દબાણ કરવામાં આવતા અને ફી નહી ભરો તો ફોર્મ ભરવા દેવામાં આવશે નહી. તેમ જણાવતા વાલીઓ વિફર્યા હતા અને વાલીઓએ ભારે અફડાતફડી અને હોબાળો મચાવ્યો હતો. તેમ છતાં સંચાલક મંડળના સભ્યોએ ફી બાબતે અન્ય કોઈ પરિપત્ર મળ્યો નથી તેથી તમારે પુરેપુરી ફી ભરવાની રહેશે. જેને લઈને મામલો ગરમાયો હતો.

મહત્વનું છે કે, પી.એમ.પટેલ હાઈસ્કુલ નાવલી ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ પટેલ, મંત્રી તથા શાળાના આચાર્યને રજુઆત કરી હતી. પરંતુ તેઓ માત્ર એક જ જવાબ આપતા હતા કે સ્કુલ બંધ હોવાથી ભારે નુકસાન થયું છે. જેથી ફી પુરેપુરી વસુલાશે આ દરમ્યાન વધુ હોબાળો થતા શાળા સંચાલક મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો પાછળના દરવાજેથી ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...