કાર બળીને ખાખ થઇ ગઇ:આણંદ સોજીત્રા રોડ ઉપર BMW કાર ભડકે બળી, ચાલકનો આબાદ બચાવ

આણંદ16 દિવસ પહેલા
  • ગોધરાનો રહીશ મિત્રની કાર લઈ ભાવનગર ધંધાર્થે જતો હતો જે દરમિન ઘટના બની

આણંદ સોજીત્રા રોડ પર પીપળાવ ગામ નજીક કારમાં લાગી આગ લાગતા ચકચાર મચી હતી. આ ઘટનામાં આખી કાર આગમાં બળીને ખાખ થઈ હતી. હાઇવે જામ થઈ ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરાના રહીશ અશરફ દળી મિત્રની (GJ-6-DG 2281 BMW)કાર લઈને ભાવનગર ધંધાર્થે નીકળ્યા હતા. આણંદના સોજીત્રા રોડ ઉપર પુરપાટ ઝડપે જતી હતી. જે દરમિયાન કારમાં ધુમાડો નીકળતા કારમાં ચાર ચાલક સહિત સવાર વ્યક્તિઓ સમયસુચકતા દાખવી કારમાંથી બહાર નીકળી ગયા હતા. જેથી સદભાગ્યે જાનહાનિ ટળી હતી. આ અંગે સોજીત્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...