રજૂઆત:ગરૂડા એપ્લીકેશનમાંથી મુકિત આપવા BLOની માંગ

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રાથમિક સંધ-રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ તથા દરેક તાલુકા શિક્ષક સંધોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ડિજિટલ કામગીરીને મહત્વ આપવા આણંદ વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની મતદારયાદી સુધારણામા નવા નોંધાતા મતદારો માટે ખાસ ઓનલાઈન એપ્લિકેશન ગરૂડા અને વોટર હેલ્પ એપ્લિકેશન શરૂ કરાઇ છે. જેમાં બી.એલ.ઓ દ્વારા ઓનલાઇન કામગીરી કરવાના કામના આદેશને પગલે મુશ્કેલી સર્જાઈ છે. બીજીતરફ ઓનલાઈનએપ્લિકેશન છાશવારે ખોટકાતા મતદારો અને બુથના બીએલઓ અધિકારીઓમાં કચવાવાટ સાથે રોષ વ્યાપી ગયો છે.આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ તથા તાલુકાના શિક્ષકોએ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપીને ગરૂડા એપ્લીકેશનમાંથી મૃકિત આપવાની માંગ કરી છે.

આણંદ જિલ્લામાં મતદારયાદી સુધારણાના બુથ લેવલ ઓફિસર (બીએલઓ)ને ખાસ પાસવર્ડથી સંચાલિત ગરૂડા ઓનલાઇન એપ્લિકેશન અપાઈ છે. પરંતુ ઓનલાઇન આ સેવા વારે વારે ખોટકાતી હોઈ નવી એપ્લિકેશમાં મુશ્કેલી પડી રહી છે. આ સંજોગમાં જીલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બીએલઓને મતદાર યાદી સુધારણામાં વ્યક્તિ દીઠ 10 યુવા મતદારોના ફૉર્મ અપલોડ કરવાનો આદેશ અપાયો છે.જેને લઈ શિક્ષકોમાં ઓનલાઈન ગરૂડા એપ્લિકેશ કારગર ન નિવડતા મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદ કરાઈ છે. જિલ્લા બોરસદ,સોજીત્રા, તારાપુર,પેટલાદ સહિત તાલુકા શિક્ષકસંધ અને જિલ્લા પ્રા.શિક્ષક તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ આણંદ જિલ્લા દ્વારા ગરૂડા એપ્લીકેશનનો વિરોધ નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...