ચાંગા સ્થિત ચારુસેટમાં વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે કેમ્પસમાં બ્લડ પ્રેસર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં 86 સ્ટાફ મેમ્બરોએ બ્લડ પ્રેસરની તપાસ કરાવી હતી. આણંદ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન દ્વાર કરવામાં આવેલ સર્વે અનુસાર મહિલામાં 15.9 ટકા અને પુરુષોમાં 16.6 ટકા હળવું અને 6.1 અને 6.9 ટકા સાધારણ અને ગભીર બ્લડ પ્રેસર જોવા મળ્યું છે.
હાયપરટેન્શનની સમસ્યા પુરુષો કરતા મહિલામાં વધુ જોવા મળે છે. હાયપરટેન્શનની આંકડાકીય માહિતી મુજબ ગુજરાતમાં 58 ટકામહિલાઓમાં બ્લડ પ્રેસર અને 32 ટકા પુરુષોમાં બ્લડ પ્રેસર જોવા મળ્યું છે. આણંદના બાધણી ગામમાં મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા કરાયેલ સર્વે અનુસાર મહિલામાં 19 ટકા અને પુરુષમાં 13 ટકા હાયપરટેન્શનની બીમારી જોવા મળી હતી.
જે અતંર્ગત ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ (MTIN) દ્વારા ચારુસેટ હોસ્પિટલના સહયોગથી 17મી મેએ વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે ચારુસેટ કેમ્પસમાં બ્લડ પ્રેસર સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ચારુસેટ યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે યોજાયેલા આ કેમ્પમાં 86 સ્ટાફ મેમ્બરોએ બ્લડ પ્રેસરની તપાસ કરાવી હતી.
આ ઉપરાંત સ્ટાફને બ્લડ પ્રેસર વિશે અવેરનેસ આપવામાં આવી હતી. એમટીઆઈએન ના પ્રિન્સીપાલ ડો. અનિલ શર્માના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસર દિવ્ય જૈનના સુપરવિઝનમાં આ કેમ્પ યોજાયો હતો જેમાં એમટીઆઈએન પોસ્ટ ગ્રેજયુએટ વિભાગના વિદ્યાર્થીઓ નિલય પરમાર, નિષ્ઠા પ્રજાપતિ, ખ્યાતિ ચૌહાણ, અર્ચના સોમનાથન અને પ્રિયંકા વસાવાએ સેવા આપી હતી.
બ્લડ પ્રેસર થવાનું કારણ શું છે
વધુ પ્રમાણમાં મીઠાનો સેવન
ભોજનમાં ઘી, ખાંડ અને તેલનો વધુ ઉપયોગ
ફળ અને શાકભાજીનું ઓછું સેવન
શારીરિક નિષ્ક્રિયતા, તમાકુ અને દારૂનું સેવન
બોડી માર્સ ઈન્ડેક્સમાં વધારો
65 વર્ષથી ઉપરની ઉંમર
ડાયાબિટીસ અથવા કિડની રોગ
હાયપરટેન્શનના લક્ષણો શું હોય છે
વહેલી સવારે માથાનો દુખાવો
નાકમાંથી રક્તસ્ત્રાવ
અનિયમિત હાર્ટ બીટ
દ્રષ્ટિ પરિવર્તન, થાક
ઉબકા, ઉલટી
છાતીનો દુખાવો
સ્નાયુમાં ધ્રુજારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.