આયોજન:હર ઘર તિરંગા અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે રક્તદાન શિબિર

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્રના અધિકારીઓ, શ્રીકૃષ્ણ હોસ્પિ.ની ટીમ હાજર રહીં

આઝાદીના ૭૫મા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયતમાં રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં ૧૫ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.

આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મેઘા મહેતા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. રાજેશ પટેલની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર અને શ્રીકૃષ્ણ હોસ્પિટલના સહકારથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન શિબિરમાં ૧૫ રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. જયારે જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલની ટીમએ હાજર રહી રકતદાતાઓનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...