મુસાફરો અટવાશે:આણંદ-સદનાપુરની વચ્ચે બ્લોક લેવાશે,આજે અને કાલે આણંદથી ડાકોર, ગોધરાની મેમુ રદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોને અન્ય વિકલ્પ શોધવો પડશે

વડોદરા પશ્ચિમ રેલવે વિભાગના આણંદ-ડાકોર સેક્શન પર આવેલા આણંદ-સદનાપુરા સેક્શન પર આગામી તા.3,4 સપ્ટેમ્બરે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ગર્ડર લોંચિંગ માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.ત્યારે આ વિભાગ પર દોડતી ટ્રેનોને સંપુર્ણપણે રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે મુસાફરો અટવાશે.

વડોદરા રેલ્વે વિભાગના સુત્રોએ જણાવેલ કે તા.3 અને 4 સપ્ટેમ્બરે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ગર્ડર લોંચિંગ માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવનાર છે.આથી રેલ્વે વિભાગ દ્વારા આ બંને દિવસ આણંદથી ચાલતી 69133(09379) આણંદ-ડાકોર મેમુ રદ્દ રહેશે. ડાકોરથી ચાલતી 69134 (09380) ડાકોર-આણંદ મેમુ રદ્દ રહેશે. આણંદથી ચાલતી 69189 (09349) આણંદ-ગોધરા મેમુ રદ્દ રહેશે.

બીજી તરફ આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેનોમાં તારીખ 03 અને 04 સપ્ટેમ્બરની 69146 (09312) ગોધરા આણંદ મેમુ ભાલેજ-આણંદ વચ્ચે રદ્દ રહેશે. તારીખ 03 અને 04 સપ્ટેમ્બરની 69123 (09393) આણંદ - ગોધરા મેમુ આણંદ - ભાલેજ સ્ટેશનો વચ્ચે રદ્દ રહેશે.જો કે આણંદ, ડાકોર, ગોધરા રેલ્વે લાઈન પર દોડતી ટ્રેનોમાં હજારોની સંખ્યામાં મુસાફરો અપડાઉન કરતા હોય છે. ત્યારે બ્લોકને પગલે અટવાશે.ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોને આગામી બે દિવસ મુસાફરી માટે અન્ય વિકલ્પ અપનાવવો પડશે.

અન્ય સમાચારો પણ છે...