બ્લોક પેવીંગનું કામ:આણંદ જિલ્લાના ગામડામાં દોઢ કરોડના ખર્ચે બ્લોક પેવીંગ કરવામાં આવશે

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ તાલુકામાં સૌથી વધુ 20.55 લાખ ખર્ચ
  • તારાપુર તાલુકામાં સૌથી ઓછો 15 લાખ ખર્ચ

આણંદના આયોજન મંડળ દ્વારા જિલ્લાના વિકાસ માટે 2022-23ના વર્ષ માટે 8 તાલુકાઓમા જનસુવિધાઓના 897.07 લાખના 742 કામની મંજૂરી આપવામાં આવી છે. જે અતંર્ગત જિલ્લાના 8 તાલુકામાં 146.6 લાખના ખર્ચે બ્લોક પેવીંગ કરવામાં આવશે. જેમાં બોરસદ તાલુકામાં સૌથી વધુ 20.55 લાખ અને તારાપુર તાલુકામાં સૌથી ઓછું 15 લાખના ખર્ચે બ્લોક પેવીંગનું કામ હાથ ધરવામાં આવશે.

આણંદ જિલ્લાના વિકાસ માટે 2022-23ના વર્ષ માટે વિવિધ વિકાસના કામનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (ખાસ પ્લાન) જોગવાઇ હેઠળ 25 લાખના 14 કામો મંજૂર કરાયા હતા. જેમાં આઠ તાલુકા વચ્ચે 25 લાખ આપવામાં આવ્યા છે. જે અતંર્ગત ઉમરેઠમાં 2, બોરસદમાં 1, આંકલાવમાં 3, તારાપુરમાં 3 અને ખંભાતમાં 5 એમ કુલ 14 કામ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 8 તાલુકામાં 146.6 લાખના ખર્ચે બ્લોક પેવીંગનું કામ હાથ ધરવામાં આવશે. જેમાં ગામની શેરી, ફળીયા,ચોક વગેરે જગ્યાએ બ્લોક નાખવામાં આવશે. ધુળીયા રસ્તાની જગ્યા પર બ્લોક નાખવાથી ગામડાઓ ડસ્ટ ફ્રી બનશે.

15% વિવેકાધીન જોગવાઈ હેઠળ કેટલા ખર્ચે બ્લોક પેવીંગનું કામ કરવામાં આવશે

આણંદ- 19.40 (લાખ)

ઉમરેઠ- 15.13 (લાખ)

બોરસદ- 20.55 (લાખ)

આંકલાવ- 19.80 (લાખ)

પેટલાદ- 18.20 (લાખ)

સોજીત્રા- 19.45 (લાખ)

ખંભાત- 18.93 (લાખ)

તારાપુર- 15 (લાખ)

અન્ય સમાચારો પણ છે...