અબોલા જીવની સારવાર:આણંદ જિલ્લામાં પશુપાલકો માટે 'મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી' આશીર્વાદ રૂપ, 36 હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા 7 દવાખાના શરૂ કરાયા
  • અબોલા પશુઓની સારવાર માટે 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું

રાજ્ય સરકારે અબોલા પશુઓની સારવાર માટે 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કર્યું છે. આણંદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા આવા 7 દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. જે સાચે જ અબોલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. આ દવાખાના મારફતે જિલ્લામાં અત્યાર સુધીમાં 36 હજાર 954 જેટલા પશુઓની સારવાર થઈ છે.

આણંદ તાલુકામા MVD મોગરનું 10 ગામનું એક ગામ રાજુપુરા ગામમા ડો. મયુર ભાઈ પટેલ (પશુ ચિકિત્સક) તેમજ પાયલોટ વિશાલભાઈ નિયતક્રમ મુજબ વિઝીટ ગયા હતા તેમની વિઝીટ દરમિયાન એક પશુપાલક ગણપતભાઈ ભોઈ આવીને ડોકટરને કહ્યું કે, તેમની ભેંસ વિયાણા પછી 5થી 6 દિવસથી ઊભી જ નથી થઇ શકી.

ડો. મયુરે મુલાકાત લેતા ખબર પડી કે તે મિલ્ક ફીવર (કેલ્શિયમ ની ઉણપ)નો શિકાર બની છે, જે એક ગંભીર રોગ ગણાય.છે. જોકે, ડો. મયુર પટેલ દ્વારા તવરીતના ધોરણે પશુપાલક ને ઘરે જઈને તેના રોગ પીડિત પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી.મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી દ્વારા તવરીતના ધોરણે મળી રહેલ આધુનિક સારવાર અને દવા ને કારણે ખૂબ ટૂંકા સમયમાં જ ભેંસમાં તંદુરસ્ત રિકવરી જણાઈ આવી હતી.

મહત્વનું છે કે, જે ભેંસ છેલ્લા 5થી 6 દિવસથી ઉભી જ નથી થઇ શકી તે સારવારથી ફક્ત 2 કલાકમાં જ સારી થઇ ગઈ હતી. આ સ્થિતિમાં પશુપાલક ગણપતભાઈના આંખમા પણ ચિંતા હટી જતા ખુશીના આંસુ આવી ગયા હતા. ગ્રામ્ય કક્ષાએ ખેતી બાદ પશુપાલન જ દૈનિક આવકનું મુખ્ય સ્ત્રોત હોઈ પશુ બીમાર થાય એટલે આખું ઘર બીમાર થાય તેવી સ્થતિ જણાતી હોય છે. મોંઘા પશુ લાવ્યા બાદ કોઈ ગંભીર રોગમાં ઝડપાઈ જાય તો પશુપાલકનું કુટુંબ પણ તેની સારવારના ખર્ચામાં ખુવાર થતું હોય છે.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ સુવિધા પશુપાલકોમાં પ્રશંસા પામી રહી છે.

આણંદ જિલ્લામાં 7 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કાર્યરત છે. તાલુકામાં જેમાં આણંદ તાલુકામા 2 નાપાડ (તળપદ), મોગર. પેટલાદમા 1 પાલજ, આંકલાવ તાલુકામા 1 બામણગામ, ખંભાત તાલુકામા 2-જીણજ અને રાલજ અને ઉમરેઠ તાલુકામા 1 પણસોરામા MVDની સેવા કાર્યરાત છે.

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાના દ્વારા 36 હજાર 954 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં મેડિકલ ઇમર્જન્સીના 14122 કેસ, મેડિસિન સપ્લાયના 11735, સર્જીકલના 8072 કેસ, પ્રસુતિના 2701 કેસ અને અન્ય 324 કેસનો સમાવેશ થાય છે. આમ, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી ફરતા પશુ દવાખાના દ્વારા 36954 જેટલા અબોલા પશુઓનો જીવ બચવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...