તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજેતા:આણંદ પાલિકામાં 8 ઉમેદવારી પત્ર પરત ખેંચાતાં બેભાજપ, એક અપક્ષ બિનહરીફ

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા ઉમેદવારો કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. - Divya Bhaskar
નડિયાદ નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા ઉમેદવારો કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.

આણંદ નગરપાલિકાની 52 બેઠકો માટે 193 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંથી 38 ફોર્મ રદ થયા છે. જેથી 155 ઉમેદવારો મેદાનમાં હતા. જ્યારે 3 ઉમેદવાર બિનહરીફ થયા હતાં. આજંે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના બે દિવસમાં 15 ફેર્મ પરત ખેંચાયા હતા. અંતિમ દિવસે 8 ઉમેદવારી પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચયા છે.જેથી હવે 137 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 49 ઉમેદવારો, કોંગ્રેસના 45 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે, આપના 15 અને અપક્ષના 23 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. તે જો તો લાગે છે. આ વખતે વોર્ડ ન 3, 4 ,5,6 અને 11 અને 13 વોર્ડ વધુ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. બાકીના વોર્ડમાં ભાજપ -કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે.

આણંદ નગરપાલિકા વોર્ડ નં-4માં સોમવારે ભાજપના અનુસુિચત જાતિનના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. જયારે મંગળવારના રોજ કોંગ્રેસના અનુસુચિત જાતિના ઉમેદવાર ફોર્મ રદ થયું છે. જેના કારણે અનુસચિત બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધવાનાર મહેશ વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જયારે વોર્ડ નં 7માં 4 બેઠકો માટે માત્ર 6 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. જેના કારણે બે ભાજપની બે બેઠકો બિનરહીફ થશે. જયારે બે બેઠક પર જંગ ખેલાશે તેવી સંભાવના રહેલી છે.

આણંદ નગરપાલિકા ના વોર્ડ નં 1માં 1 ઉમેદવારી પત્ર, વોર્ડ નં 2માં અાપ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચયા છે.વોર્ડ નં4 કોંગ્રેસના ઉમેદવારે,વોર્ડ નં 6 અપક્ષ ઉમેદવારે , વોર્ડ નં 11માં 1 અપક્ષ અને વોર્ડ નં 13માં 2 અપક્ષ ઉમેદવારો ઉમેદવારી પત્ર પરત ખેચાયા છે. જ્યારે જિલ્લાની અન્ય પાલિકાઓમાં થઈને કુલ 29 ઉમેદવારી પ્રત્રો પરત ખેંચાતા કુલ 584 ઉમેદવારો મેદાનમાં છે.

વોર્ડનં 4માં અપક્ષ મહેશ વસાવા બિનહરીફ ચૂંટાયા
આણંદ નગરપાલિકામાં વોર્ડ નં 4 અનુસુચિત આદિજાતિ બેઠક પર ભાજપ,કોંગ્રેસ અને અપક્ષમાંથી એક એક ઉમેદવારી પત્ર ભરાયું હતું. જેમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ સોમવારે રદ થયું હતું. જયારે કોંગ્રેસના ઉમેદવાર મનોજભાઇ વસાવાએ પણ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા અપક્ષ ઉમેદવાર મહેશભાઇ વસાવા બિનહરીફ ચૂંટાયા હતા. આમ તેઓ સતત ત્રીજી વખત નગરપાલિકામાં ચૂંટાયા છે. આગાઉ એક વખત તેઓ બિનહરીફ ચૂટાંઈ આવ્યા હતા જ્યારે આજે પણ તેઓ બિનહરીફ જાહેર થયા હતા.

નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને પ્રતિક ફળવાયા
આણંદ નગર પાલિકા સહિત તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારોને પ્રતિક ફાળવવામાં આવ્યા હતા. જેમાં આણંદ નગરપાલિકા 30 અપક્ષ ઉમેદવારોને પ્રતિક ફાળવણી બપોરબાદ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી છે. જે માટે 260 વધુ ચૂંટણી શાખા દ્વારા નકકી કરાયેલા પ્રતિકોમાંથી પ્રતિકા આપવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય પક્ષ કે રાજકીય પક્ષોના નક્કી કરેલા પ્રતિક સિવાયના ગેસ સગડી, ઝાડું,રીક્ષા, ટ્રેકટર, ફાન્સ સહિતના ચિન્હો ફાળવવામાં આવ્યા હતા.

આણંદ પાિલકાના વોર્ડ નં 7 માં 4 બેઠકો માટે 6 ઉમેદવાર મેદાનમાં
આણંદ નગરપાલિાક વોર્ડ નં 7ની ચાર બેઠકો હવે માત્ર 6 ઉમેદવારો રહ્યાં છે જેથી બે બેઠક બિનહરીફ થયા તેવી હતી.પરંતુ ચારેય બેઠકો સામાન્ય છે જેમાં બે મહિલા સામાન્યમાં 2 ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવાર અને બે પુરૂષ બેઠકમાં 2 સામાન્ય ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. તેથી તંત્ર પણ વિસામણમાં મુકાયું હતું. આણંદના વોર્ડ નં 7માં બે મહિલા સામાન્ય અનામતમાં ત્રણ ઉમેદવારો છે જયારે બે પુરૂષ સામાન્ય બેઠક પર ત્રણ ઉમેદવાર છે. તેની જગ્યાએ સ્ત્રી કે પુરૂષ અનામત બેઠક પર કોઇ જ પક્ષના બે ઉમેદવાર રહ્યાં હોત તો તેની બિનહરીફ વિજેતા જાહેર કરી શકાય તેમ હતા. પરંતુ સામાન્ય બેઠક હોવાથી કોઇ બે ઉમેદવારને બિનહરીફ જાહેર કરી શકાય નહીં તેથી 6 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.જેમાં બે મહિલા અને બે પુરૂષ બેઠક પર ત્રણમાંથી જે ઉમેદવારોને વધુ મત મળશે. તેને વિજેતા જાહેર કર્યા છે. હાલમાં ભાજપમાંથી બે મહિલા બેઠક તમન્નાબેન પટેલ અને રૂપલબેન પરેશભાઇ પટેલ મેદાનમાં છે.જયારે કોંગ્રેસમાંથી ભાગ્યશ્રી બેન ચાવડા મેદાનમાં છે. તેવી રીતે બે પુરૂષ બેઠક પર હિતેશકુમાર પરમાર અને સચીન પટેલ તથા કોંગ્રેસમાંથી રવિકુમાર પટેલ મેદાનમાં છે.તેઓનું ભાવિ 28મી બાદ જ નકકી કરશે.આ 6 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારોને વધુ મત મળશે તેને વિજેતા જાહેર કરાશે.

બોરસદ 111 ઉમેદવારોમાંથી ચાર ઉમેદવાર અંગુઠા છાપ
બોરસદ નગરપાલિકાની ચૂંટણીને લઇ 111 ઉમેદવારો ફાઇનલ થયા છે ત્યારે આજે ચૂંટણી અધિકારીની ઓફિસ ખાતે ચિન્હ ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટ તરીકે હાજર રહેલાઓની સહીઓ લેવામાં આવી હતી જેમાં 4 ઉમેદવારોએ સહી કરતા ન આવડતું હોઈ અંગુઠા લગાવ્યા હતા. બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 111 ઉમેદવારો છે જેમાં 57 સ્ત્રી ઉમેદવારો અને 54 પુરુષ ઉમેદવારો છે.

આણંદની 8 તાલુકા પંચા.ની 196 બેઠકો પર 456 ઉમેદવારો
આણંદ તાલુકા પંચાયતની 34 બેઠકો પર 119 ફોર્મ ભર્યા હતા.જેમાંથી 36 રદ થયા હતા. જેથી 83 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. આંકલાવની 20 બેઠકો 42 ઉમેદવાર હતા. તેમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચતા 41 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. બોરસદની 34 બેઠકો 80 ઉમેદવારો હતા.તેમાંથી 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા 76 ઉમેદવારો મેદાનમાં રહ્યાં, ખંભાતની 26 બેઠકો 63 ઉમેદવારો, પેટલાદની 28 બેઠકો 73 ઉમેદવારો, સોજીત્રાની 16 બેઠકો 36 ઉમેદવારો, તારાપુરની 16 બેઠકોમાં 32 ઉમેદવારો એક બેઠક બિન હરીફ થતાં 31 ઉમેદવારો મેદાનમાં અને ઉમરેઠની 22 બેઠકો પર 54ઉમેદવારો એક ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચાત હવે 53 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જિલ્લામાં 196 બેઠક પર 717 ફેર્મ ભરાયા હતાં જેમાંથી 254 રદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો