તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:આણંદ નગરપાલિકાના ફોર્મ ચકાસણીમાં ભાજપને લોટરી લાગી , 2 બેઠક બીનહરિફ

આણંદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદ બેંકવેટ હોલ ખાતે સવારે આણંદ નગરપાલિકાના ફોર્મ ચકાસણી કામગીરી ચાલી રહી હતી. કૌના ફોર્મ રદ થાય છે.તે જણવા માટે મોટીસંખ્યામાં ભાજપકોંગ્રેસના કાર્યકરો સહિત નગરજનો ઉમટી પડયા હતા. - Divya Bhaskar
આણંદ બેંકવેટ હોલ ખાતે સવારે આણંદ નગરપાલિકાના ફોર્મ ચકાસણી કામગીરી ચાલી રહી હતી. કૌના ફોર્મ રદ થાય છે.તે જણવા માટે મોટીસંખ્યામાં ભાજપકોંગ્રેસના કાર્યકરો સહિત નગરજનો ઉમટી પડયા હતા.
 • વોર્ડ નં 8માં કોંગ્રેસના મહિલા ઉમેદવારના ફોર્મમાં ટેકદારની સહિ ન હોવાથી રદ

આણંદ નગરપાલિકાના વોર્ડ નં 13માં 52 બેઠકો માટે 193 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન મેન્ડેટ ન મળતાં અને ડમી ઉમેદવારો 30 ફોર્મ રદ થયા છે.જયારે ત્રણ ઉમેદવારનો ફોર્મ ખોટાપુરાવા કે અધુરા પુરાવા રજૂ કર્યા હોવાથી રદ થયા છે. આમ કુલ 38 ફોર્મ રદ થયા છે.હાલમાં 155 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જો કે ઉમેદવારી પત્ર મંગળવારે પરત ખેંચવાના અંિતમ દિવસ બાદ ચિત્ર સ્પસ્ટ થઇ જશે આણંદ નગરપાલિકાના વોર્ડ નં 08માં ભાજપમાંથી નેહલબેન પટેલ અને મમતાબેન પટેલ ઉમેદવારી નોંધાવી હતી.

જયારે કોંગ્રેસમાંથી એક માત્ર મહિલા ઉમેદવાર રશમીબેન મનોજકુમારપંડતિ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ઉમેદવારી પત્રમાં તેમના ટેકદારની સહી ન હોવાને કારણે તેઓનું ફોર્મ રદ થતાં બંને મહિલાઓ બિનહરીફ ચૂંટાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેહલબેન પટેલના સાસુ પણ 2005માં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા.

બોરસદ પાલિકા, તારાપુર તા.પં.માં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ
વોર્ડ નં 9ના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ મથુરભાઈ પરમારને વધુ બાળકો હોઈ તેઓનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યું હતુંવોર્ડ નં 1 ના અપક્ષ ઉમેદવાર વનિતાબેન જયેશભાઈ રાણાના ઉમેદવારીપત્રમાં બે ટેકેદારોની સહી બાકી હોઈ ફોર્મ રદ કરાયુ હતું. વોર્ડ નં 5ના અપક્ષ ઉમેદવાર સુલતાનાબાનું સદ્દામહુશેન સૈયદને 21 વર્ષ કરતા ઓછી ઉંમર હોઈ ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.જયારે તારાપુર તાલુકાપંચાયતની મહિયારી બેઠક પર ભાજપના ઉમેદવાર ગનુભાઇ મફતભાઇ ભરવાડના ત્રણ બાળકો હોવાથી ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.

આણંદમાં વોર્ડ નં 4માં ભાજપના ઉમેદવારને ત્રણ બાળકો, ફોર્મ રદ
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કુલ 17 ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાંથી ભાજપના અનુસુચિત જાતિના ઉમેદવાર હિતેશભાઇ રમેશભાઇ વસાવાનું ફોર્મ ત્રણ બાળકો હોવાના કારણે રદ થયું હતું. જેથી ગત વખતે જગંી મતોથી વિજેતા બનેલા અનુસુચિતજાતના ઉમેદવાર મહેશ વસાવા ઘેલમાં આવી ગયો હતો હવે તેઓની સામે એક માત્ર કોંગ્રેસના અનુસચિત જાતિના ઉમેદવાર મનોજભાઇ વસાવા રહ્યાં છે. ત્યારે અપક્ષ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછી ખેંચાવડાવીને બિનહરીફ વિજેતા બનાવા માટેનાખેલ શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો