તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં બળવો:ભાજપ ઉપપ્રમુખની ચીનગારી, આજે ભડકો કરાવશે

આણંદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ પાલિકામાં વોર્ડ 9માં શંકર ગોહેલની અપક્ષ ઉમેદવારી

આણંદ નગર પાલિકાની આગામી 28 ફેબ્રુ.ના રોજ યોજાનારી ચૂંટણી માટે ગુરુવારે જ ભાજપે યાદી જાહેર કરી હતી. માત્ર આઠ ઉમેદવારોને રિપિટ કરી 44 નવા ચહેરાને સમાવાયા છે. ત્યારે અચાનક જ શહેર ભાજપમાં મહત્વની જવાબદારી સંભાળનારા શંકર ગોહિલે વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપમાં બળવાની ચિનગારી ચંપાઇ ગઇ છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ધુરંધરો અને સિનિયર નેતાઓની નવા નિયમોની ઓથે કરાયેલી બાદબાકી આજે ચિનગારીને ભડકાનું સ્વરૂપ આપે તેવી શક્યતાઓ જણાઇ રહી છે. જોકે બળવો થાય છે કે કાર્યકરો પ્રદેશના નિયમોને માથે ચઢાવે છે તેની પર સોની મીટ મંડાઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ, આણંદ શહેર ભાજપ ઉપપ્રમુખ શંકરભાઈ ઉમેદબાઈ ગોહેલે પાલિકાની ચુંટણીમાં ઉમેદવારી કરવા માટે ચુંટણી નિરીક્ષક રંજનબેન ભટ્ટ સમક્ષ દાવેદારી કરી હતી. પરંતુ પક્ષ દ્વારા તેઓને ટીકીટ ન અપાતા ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. આખરે ભાજપ પક્ષ દ્વારા અવગણના કરવામાં આવતાં જ શંકર ગોહિલે બળવાનું રણશિંગુ ફુંકી દીધુ હતું અને પોતાના ટેકેદારો સાથે રાખીને વોર્ડ નં 9 માં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાં જ ભાજપમાં ભુકંપ સર્જાયો હતો.

આણંદ નગર પાલિકાની આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી ચુંટણીનો માહોલ હાલ જામી રહ્યો છે. ગુરૂવારે ભાજપે આણંદ પાલિકાની 52 બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 44 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છેે. પરંતુ ત્રણ ટર્મ અને 60 વર્ષની ઉંમરના નવા કાયદાએ પાલિકામાં વહિવટની ધુરા સંભાળનારા સિનિયર નેતાઓને બિલકુલ નવરા કરી દીધા છે. જોકે હાલમાં તો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હજુ આવતીકાલે બાકી છે. ત્યારે સિનિયર નેતાઓનો અસંતોષ કેવુ સ્વરૂપ ધારણ કરે છે તે જોવુ રહ્યું. શંકર ગોહેલનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થઇ શક્યો ન હતો.

આણંદ શહેરભાજપના ઉપપ્રમુખ શંકરભાઇ ગોહેલ છેલ્લા 5 વર્ષી સક્રિય કાર્યકર છે. ત્યારે ભાજપની યાદી જાહેર થઇ હતી.તેમાં તેમનું નામ નહીં આવતાં આખરે શુક્રવારે પોતાના ટેકદારો સાથે વોર્ડનં-9માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેઓનો વારંવાર ટેલીફોનીક સંપર્ક કરવા છતાં સંપર્ક થયો ન હતો. આખરે દિવડી માતાવાળું ફળિયામાં તેના નિવાસસ્થાને સંપર્ક કરતાં ઘરે નહીં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું આમ તેઓ ઉમેદવારી નોંધાવ્યા બાદ એકાએક ગાયબ થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો