રાજીનામું:ઉમરેઠ પાલિકાના વોર્ડ નં.7ના ભાજપના મુસ્લિમ મહિલા કાઉન્સિલરનું રાજીનામું

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્સિલરે અનિવાર્ય સંજોગોને કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું
  • અચાનક જ કોઇ કારણ વગર રાજીનામું આપતા શહેરમાં ભારે ચર્ચા

ઉમરેઠ નગર પાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપ મહિલા કાઉન્સિલરે અચાનકજ રાજીનામું આપી દેવાતા ચકચાર મચી જવા પામી છે.પાલિકાની મુદત પૂર્ણ થવા માંડ દોઢ માસ બાકી છે. ત્યારે રાજીનામું આપી દેતાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ઉમરેઠ નગરપાલિકાના વોર્ડના 7માંથી સતત બે ટર્મથી ચૂંટાતા ભાજપના મહિલા કાઉન્સિલર ઝરીનાબેન મૈયુદીનભાઇ ચૌહાણ સોમવારના રોજ ચીફ ઓફિસર ઉમરેઠ, ઉમરેઠ શહેર ભાજપ અને શહેર મહામંત્રીને એક પત્ર પાઠવીને પોતાનું કાઉન્સિલર પદેથી રાજીનામું મોકલી આપ્યું છે. તેઓએ લેકલો રાજીનામા પત્રમાં રાજીનામું આપવામાં પાછળ અનિવાર્ય સંજોગોને કારણ રજૂ કર્યું છે. ઝરીનાબેનના રાજીનામાને લઇને અનેક તર્કવિર્તકો થઇ રહ્યાં છે. ઉમરેઠ પાલિકાની આગામી દોઢ માસ બાદ ચૂંટણી છે તે પૂર્વે ભાજપના મુસ્લિમ ચહેરા તરીકે ગણાતા મહિલા કાઉન્સિરના રાજીનામના પગલે ભાજપની આગામી ચૂંટણીમાં નવો ચહેરો શોધવાથી માંડીને પાલિકામાં સત્તા જાળવી રાખવા માટે નવેસરથી કવાયત હાથધરવી પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...