તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • BJP Launches Diplomatic Maneuver In Anand, Independent Candidate Announces BJP Support, Independent Candidate From Ward 13 Works To Win BJP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુટનીતિક દાવપેચ:આણંદમાં ભાજપે કુટનીતિક દાવપેચ શરૂ કર્યા ,અપક્ષ ઉમેદવારે ભાજપ ટેકો જાહેર કર્યો,વોર્ડ-13 ના અપક્ષ ઉમેદવાર ભાજપને જીતાડવા કામે લાગ્યા

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ નગરપાલીકાની ચૂટંણીમાં જોડતોડની રણનીતિ જોર મારી રહી છે. મહાનગર પાલિકાઓમાં ઓછું મતદાન થયું તે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે થનાર મતદાન બાબતે ચિંતાનો વિષય બન્યો છે. રાજકીય પક્ષના ઉમેદવારો યેન કેન પ્રકારે અપક્ષોને પોતાની તરફ ખેંચી મતદારો ઉપર પોતાનો પ્રભાવ ઉભો કરવા અને વિસ્તારનું મતદાન અપક્ષોમાં વહેંચાઈને નુકશાન ન કરે તે હેતુએ પોતાની તરફ કરાવવા રાજકીય યુક્તિ પ્રયુક્તિઓ અજમાવી રહ્યા છે. આજે આણંદના વોર્ડ-13 ના ઉમેદવારે પોતાનો ટેકો ભાજપને જાહેર કરતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આણંદ નગરપાલિકામાં વોર્ડ-13 મા ભાજપ ,કોંગ્રેસ અને અપક્ષ સહિત 20 ઉમેદવારો મેદાનમાં છે. આ વોર્ડમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ કેતન બારોટ અને અપક્ષ ઉમેદવાર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિપિન પટેલ સહિત વગદાર આગેવાનો ચૂંટણી લડી રહ્યા છે. ભારે રસાકસી ભરી બની રહેલ ચૂંટણીમાં આજે અપક્ષ ઉમેદવાર મહેન્દ્રભાઈ ખોડાભાઇ ભોઈએ ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટેકો જાહેર કરી સૌને ચકિત કરી દીધા છે. ભાજપ દ્વારા જોડતોડ અને લાભાલાભની નીતિ અખત્યાર કરી ઉમેદવારને પાર્ટી તરફી ટેકો જાહેર કરવા રાજકીય કુટનીતિ દાવપેચ શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો