તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:આણંદ પાલિકાનો વહીવટ કરનારા ધુરંધરો ઘરભેગા ભાજપે 44 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા : 8 રિપિટ

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદમાં ભાજપની યાદી જાહેર થયા બાદ કાર્યાલય પર કાર્યકરો અને ઉમેદવારોના ટોળાં ઉમટી પડ્યા હતાં. - Divya Bhaskar
આણંદમાં ભાજપની યાદી જાહેર થયા બાદ કાર્યાલય પર કાર્યકરો અને ઉમેદવારોના ટોળાં ઉમટી પડ્યા હતાં.
 • વોર્ડ 11માં 3 ટર્મ પુર્ણ કરનારા સભ્યના પુત્રવધુને ટિકીટ આપી
 • શહેરમાં પાટિદારો , ગ્રામ્યમાં ક્ષત્રિયોનો દબદબો જળવાયો
 • કોંગ્રેસની યાદીમાં ભાજપના નારાજ સભ્યો પણ જોવા મળશે ?

આણંદ જિલ્લા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આણંદ પાલિકા સહિત 6 પાલિકાઓ,જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયત માટે લાંબી પ્રતિક્ષા બાદ ગુરૂવારે બપોરે 2.30 વાગ્યે યાદી જાહેર કરવામાં આવતા તમામ અટકડોનો અંત આવ્યો હતો. જો કે સૌની નજર આણંદ નગરપાલિકાના જૂના જોગીઓના ભાવિ પર મંડરાયેલી હતી.ભાજપ સંગઠન દ્વારા મહાનગરપાલિકા જેમાં પાલિકામાં કોઇ બાંધ છોડ કરવામાં આવી નથી.આણંદ નગરપાલિકાની 52 બેઠકો પર 44 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે. જયારે 8 કાઉન્સિલરોને રીપીટ કરવામાં આવ્યા છે.

તેમજ દોઠ વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાઉન્લિરને ટીકીટ આપવામાં આવી છે. જો કે સીધી રીતે સંગઠનમાં હોદો ધરાવતા લોકોના પરિવારના સભ્યોને ટીકીટ આપવામાં આવી નથી. આણંદ જિલ્લામાં 6 પાલિકા,જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતના ઉમેદવારી યાદી ભાજપ દ્વારા જાહેર કરાય તેની રાહ સૌ કોઇ બેઠા હતા. બુધવારે યાદી જાહેર થવાની અફવાએ જોર પકડતાં લોકો ટોળા ભાજપ કાર્યલય પર ઉમટયા હતા. જો કે મોડીરાત સુધી યાદી જાહેર કરાઇ ન હતી.જેથી લોકોની ઉત્તેજનાઓ વધવા પામી હતી.

જો કે આખરે ગુરૂવારના રોજ બપોરે 2.30 કલાકે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા 6 પાલિકાની 212, જિલ્લા પંચાયતની 42 અને 8 તાલુકા પંચાયતની 196 બેઠકો માટે યાદી જાહેર કરવામાં આવી હતી.જેના પગલે જે લોકોને ટીકીટ મળી છે.તેઓએ પોતાના વોર્ડમાં ફટાકડા ફોળ્યા હતા. આણંદ નગરપાલિકામાં છેલ્લી ત્રણ ટર્મથી સતત ચૂંટાતા 10 કાઉન્સિલરોને ટીકીટ આપવામાં આવી નથી. તેઓની જગ્યાએ યુવાનોને તક આપી છે. ભાજપની યાદી જાહેર થતાં યુવા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતા.

સોજીત્રા પાલિકાના કોંગ્રેસના પ્રમુખના પત્નીને BJPની ટીકીટ
સોજીત્રા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં વોર્ડ નં 1 અનુસુચિત જાતિની સ્ત્રી બેઠક હાલમાં નગરપાલિકામાં કોંગ્રેસના પ્રમુખ ઉમેશભાઇ મકવાણાની પત્ની કલ્પનાબહેન મકવાણાને ટીકીટ ફાળવતા ભાજપ કાર્યકરો ચોકી ઉઠયા હતા.તેઓની સાથે હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બે કાઉન્સિલરોને ટીકીટ આપવામાં આવી છે.

આણંદ પાલિકામાં ભાજપના 7 મુસ્લિમ ઉમેદવારો
આણંદ નગર પાલિકામાં ભાજપ પક્ષે સાત મુસ્લિમ ઉમેદવારોને ટિકીટની ફાળવણી કરી હતી. ગત વર્ષે પણ ભાજપ દ્વારા 5 મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ ફાળવવામાં આવી હતી. પરંતુ તેમાં એક જ ઉમેદવાર અનવરભાઇ ચા વાળાનો વિજય થયો હતો. જોકે વર્તમાન ચુંટણીમાં ભાજપે વધુ બે ઉમેદવારો સહિત સાત મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં. ઉલ્લેખનિય છે કે, આણંદ પાલિકામાં ચાર વોર્ડમાં ભાજપ અને ચાર વોર્ડમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે.

પૂર્વ પ્રમુખ કાંતિભાઇ ચાવડાને ફેબ્રુ.માં 60 વર્ષ પુરા થતાં ન હોવાથી રીપીટ કર્યા
આણંદ પાલિકાની આગામી ચૂંટણી માટે ગુરૂવારે જાહેર થયેલી યાદીમાં કાંતિભાઇ ચાવડાનો સમાવેશ થતાં ચર્ચાનો વિષય બનયો હતો. પૂર્વ પ્રમુખ ચાવડાને ફેબ્રુ.ના 60 વર્ષ પુરા થતાં ન હોવાથી રીપીટ કરાયા ભાજપના સૌથી જૂના સભ્ય અને ગત ટર્મમાં પાલિકા પ્રમુખ રહી ચૂકેલા કાંતિભાઇ ચાવડા ફેબ્રુઆરી માસમાં 60 પૂરા થતા ન હોવાથી તેઓને રીપીટ કરવામાં આવ્યા છે.

ટિકીટ ન મળતાં જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ
આ અંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશકક્ષાએ નિર્ણય લેવાયો છે કે જેને ફેબ્રુઆરીમાં 60 વર્ષ પુરાના થતા હોય તેઓને ટીકીટ આપી શકાય તેથી તેમને ટીકીટ આપવામાં આવી છે. જો કે કાંતિભાઇ ચાવડાને ટીકીટ મળશે કે નહીં તે અંગે ભારે ચર્ચાઓ થઇ રહી હતી. તે અટકડોનો અંત આવ્યો છે. ઉમેદવાર તરીકે ભર્યું હતું.

કયા ધુરંધરો કપાયાં
​​​​​​​વિજય પટેલ (માસ્તર), પ્રજ્ઞેશ પટેલ (ભયલુ), સુરેશ પટેલ, શ્વેતલ પટેલ, હિમેશ પટેલની પ્રદેશના નિયમના આધારે બાદબાકી કરાઇ હતી. જયારે 3 ટર્મ વિજેતા થનારા ભાજપના મધુબેન પટેલની બાદબાકી કરી તેમના પુત્ર વધુને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો