તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટિકલ:ભાજપ સરકાર કોરોના અને મોંધવારી નાથવા નિષ્ફળ ગઇ છે : અમીત ચાવડા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 7મી થી 17મી જુલાઇ સમગ્ર રાજયમાં જનઆંદોલન કોંગ્રેસ ઉપાડશે

સમગ્ર રાજયમાં ભાજપ સરકાર મોંધવારી અને કોરોના મહામારી નાથવામાં નિષ્ફળ ગઇ છે. ભાજપના શાસનમાં ખેડૂતો, વેપારીઅને ઉદ્યોગ ધંધાને પણ ભારે ફટકો પડયો છે. રોજગારી પ્રમાણ ઘટતા યુવાધન બેકાર બનતા લોકોઆર્થિક મુશ્કેલીઓ મુકાયા છે. કોરોના સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ છે કોરોનામાં સરકારે માત્ર 10 હજાર મૃત્યુઆંક દર્શાવ્યો છે. પરંતુ રાજયમાં સરકારની બેદરકારીને કારણે કોરોનામાં 2 લાખ વધુ લોકોના મોત થયા છે.

ત્યારે આવનાર ત્રીજી લહેર તૈયારીઓ સરકારે અત્યારથી કરવી જોઇએ તેમ આણંદ ખાતે યોજાયેલ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવટાએ જણાવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે પ્રજા લક્ષી પ્રશ્નોને વેગ આપવા અને આંદોલન વેગ જિલ્લામાં કારાબોરી મીટીંગ યોજવામાં આવી રહી છે.

ભાજપ સરકારની ખોટી નીતિઓને કારમે કોરોનામહામારીમાં લોકો હેરાન પરેશાન થયા છે. વેપારધંધાને ભારે ફટકો પડયો છે. ત્યારે પ્રજાના પ્રશ્નો વાંચ આપવાનું કામ કોંગ્રેસ ઉપાડશે. જેને લઇને આગામી 7 મીથી 17મી જુલાઇ સુધી મોંઘવારી,બેરોજગારી, પાયમાલી સહિતના પ્રશ્નો વાંચવા આપવા માટે જનઆંદોલન કરાશે.આ પ્રસંગે આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પેટલાદના નિરજંન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય નટવરસિંહ મહિડા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...