તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:આણંદ જિલ્લાના ઉમેદવારોની યાદી તૈયાર કરવા ભાજપ કોંગ્રેસની મથામણ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે ઉમેદવારોની પસંદગી માટે તા.પ્રમુખ સાથે મીટીંગ કરી
 • ભાજપમાં કેટલાકના નામ નીકળી જતાં રાતોરાત નવા ઉમેદવારોની શોધ શરૂ

આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજયમાં આણંદની 6 નગરપાલિકા,જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતની 450 બેઠકો માટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજનાર છે. જો કે આણંદની 6 પાલિકાઓ,જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયત માટે ભાજપ સંગઠન દ્વારા એક બેઠક ત્રણઉમેદવારોની યાદી તૈયાર કરી હતી. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સોમવારના રોજ 60 વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ ચૂંટણી જીતેલાને ટીકીટ નહીં આપવાની જાહેરાત કરી હતી.જેના પગલે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બેઠકથી તૈયાર કરેલી યાદીમાં કેટલાંકની ઉંમર 60 વધુ હતી તો કેટલાક ચોથી વખત ઉમેદવારી માટે દાવો કર્યા હતા.તેવા 40 ટકાથી વધુ નામ હતો.જેને રાતોરાત રદ કરીને તેની જગ્યાએ નવા ઉમેદવારનું નામ યાદી ઉમરેવા માટેની કવાયત છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે. જેને લઇને આણંદ ભાજપ સંગઠન મુંઝવણ મુકાઇ ગયું છે.

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં યાદીમાં કેટલાંક નામમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી લડી શકે તેવા ઉમેદવારને શોધવાની કવાયત હાથધરી છે. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુક ભરતસિંહ સોલંકી અને નિરીક્ષકોની હાજરી બેઠક મળી હતી. જેમાં ભારે ચર્ચા વિચારણા કર્યા બાદ ફાઇનલ યાદી એકાદ બે દિવસ તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો